વિફર્યો યુવરાજ ને અંગ્રેજોએ ધોળા દ્હાડે જોયા તારા
ભારતીય ક્રિકેટર્સ ભલે વિશ્વભરમાં પોતાના બેટ વડે જલવો દેખાડી રહ્યાં હોય પરંતુ આજના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ સાત વર્ષ પહેલા યુવરાજ સિંહે જે ધમાલ મચાવી હતી, તેને એકપણ ક્રિકેટ પ્રેમી ભુલાવી શક્યું નહીં હોય. આ ધમાલના કારણે આંતરરાષ્ટ્રી ટી-20 ક્રિકેટમાં તેનું નામ હંમેશા માટે સોનેરી અક્ષરોથી અંકિત થઇ ગયું છે.
સાત વર્ષ પૂર્વે 19 સપ્ટેમ્બર 2007ના રોજ બન્યુ એવું કે ફ્લિન્ટોફે યુવરાજ સિંહ સાથે ચાલું મેચે શાબ્દિક વિવાદ કર્યો હતો, જેથી યુવરાજ વિફર્યો હતો અને તેનો ભોગ ઇંગ્લેન્ડનો સ્ટાર બોલ સ્ટુઅર્ટ બ્રોડ બન્યો હતો. યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ વિરુદ્ધ આઇસીસી ટી20 વિશ્વકપ મેચમાં એક ઓવર છ છગ્ગા ફટકારી દીધા હતા. આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં આવું કરનાર તે એકમાત્ર ક્રિકેટર છે. યુવીની આ વિસ્ફોટક બેટિંગના કારણે ભારતે ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 18 રનથી પરાજીત કર્યું હતું. યુવરાજ સિંહે મેચમાં 16 બોલનો સામનો કરતા ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી શાનદાર 58 રન બનાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે આ પહેલા આ કારનામો પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી અને પૂર્વ કેરેબિયન ક્રિકેટર ગેરી સોબર્સે કર્યો હતો, પરંતુ તેમણે આ ઉપલબ્ધિ પ્રથમ શ્રેણીમાં હાંસલ કરી હતી. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર હર્શલ ગિબ્સે વનડે વિશ્વકપ 2006-07માં નેધરલેન્ડ વિરુદ્ધ આ જ પ્રકારે છ છગ્ગા ફટકાર્યા હતા. તો ચાલો તસવીરો અને વીડિયો થકી યુવીના આ વિસ્ફોટક છગ્ગાઓને નિહાળીએ જેમણે અંગ્રેજોને ધોળા દ્હાડે તારા દેખાડી દીધા હતા.
આ પણ વાંચોઃ- 10 રાષ્ટ્ર, 10 ખેલાડીઃ જેમને કહેવાય છે ટી20ના રનમશીન
આ પણ વાંચોઃ- શું આ 2011ના સ્ટાર ખેલાડીઓ વગર વિશ્વકપ જીતી શકશે ભારત?

યુવી સામે નોન સ્ટ્રાઇક પર હતો ધોની
ઇંગ્લેન્ડના સુકાની પૉલ કોલિંગવુડે 19મી ઓવર ફેકવા માટે સ્ટુઅર્ટ બ્રોડને બોલ આપ્યો હતો અને સ્ટ્રાઇક પર યુવરાજ હતો, જ્યારે તેની સામે નોન સ્ટ્રાઇક પર મહેન્દ્ર સિંહ ધોની.

19મી ઓવરનો પહેલો બોલ
18.1 ઓવર, 6 રન, બોલર સ્ટુઅર્ટ બ્રોડ, બેટ્સમેન યુવરાજ સિંહ, બોલને પહોંચાડ્યો કોર્નરમાં.

19મી ઓવરનો બીજો બોલ
18.2 ઓવર, 6 રન, બોલર સ્ટુઅર્ટ બ્રોડ, બેટ્સમેન યુવરાજ સિંહ, બોલને પહોંચાડ્યો બેકવર્ડ સ્ક્વેર લેગમાં.

19મી ઓવરનો ત્રીજો બોલ
18.3 ઓવર, 6 રન, બોલર સ્ટુઅર્ટ બ્રોડ, બેટ્સમેન યુવરાજ સિંહ, બોલને પહોંચાડ્યો એક્સ્ટ્રા કવરમાં.

19મી ઓવરનો ચોથો બોલ
18.4 ઓવર, 6 રન, બોલર સ્ટુઅર્ટ બ્રોડ, બેટ્સમેન યુવરાજ સિંહ, બોલને પહોંચાડ્યો બેકવર્ડ પોઇન્ટમાં.

19મી ઓવરનો પાંચમો બોલ
18.5 ઓવર, 6 રન, બોલર સ્ટુઅર્ટ બ્રોડ, બેટ્સમેન યુવરાજ સિંહ, બોલને પહોંચાડ્યો મિડ વિકેટમાં.

19મી ઓવરનો છઠ્ઠો બોલ
18.6 ઓવર, 6 રન, બોલર સ્ટુઅર્ટ બ્રોડ, બેટ્સમેન યુવરાજ સિંહ, બોલને પહોંચાડ્યો વાઇડ મિડ ઓનમાં.
યુવીએ ફટકારેલા છગ્ગાનો વીડિયો
આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે ફ્લિન્ટોફે વિવાદ કર્યા બાદ વિફરેલા યુવરાજે બ્રોડની કેવી હાલત કરી.












Click it and Unblock the Notifications
