For Quick Alerts
For Daily Alerts
હવે ફ્લિન્ટોફ ઉતરશે બોક્સિંગ રિંગમાં
બેંગલોર, 16 ઑક્ટોબરઃ વિશ્વના સૌથી સફળ ઓલરાઉન્ડર ક્રિકેટર્સમાં સામેલ ઇંગ્લેન્ડના એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ હવે બોક્સિંગ રિંગમાં હાથ અજમાવવા ઉતરશે. ફ્લિન્ટોફ પોતાનો પહેલો મુકાબલો 30 નવેમ્બરે રમશે.
આ અંગે ફ્લિન્ટોફે કહ્યું કે, તેને નાનપણથી જ બોક્સિંગ પ્રત્યે લગાવ હતો. અતઃ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તે પ્રોફેશનલ બોક્સિંગમાં પોતાની કારકિર્દી અજમાવવા માગે છે.
ફ્લિન્ટોફે વર્ષ 2010માં આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પ્રોફેશનલ બોક્સિંગ અપનાવવા અંગે તેણે કહ્યું કે, મને એનો સારો એવો અનુભવ નથી, પરંતુ આ ખેલ પ્રત્યે હું સમર્પિત છું. હું ટીકાઓથી ડરનારો વ્યક્તિ નથી.
પોતાની 12 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં 400થી વધારે વિકેટ લેનાર ફ્લિન્ટોફે ઇંગ્લેન્ડ માટે 79 ટેસ્ટ અને 141 વનડે મેચ રમી છે. પોતાની પહેલી બોક્સિંગ મેચ અંગે તેણે કહ્યું કે મે આ માટે ઘણી મહેનત કરી છે અને મારા આ નિર્ણય સાથે મારો આખો પરિવાર છે. ફ્લિન્ટોફના અનુસાર પૂર્વ હેવી વેઇટર બોક્સર બૈરી મુકગુઇનને તેને આ રમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કર્યો.