આર્મસ્ટ્રોંગના ટાઇટલ છીનવાયા, આજીવન પ્રતિબંધ

યુસીઆઇએ જણાવ્યું કે તે અમેરિકન ડોંપિગ રોધક એજન્સીના અહેવાલનો સ્વીકાર કરે છે. યુસીઆઇએ જાન્યુઆરી 1998 બાદથી આર્મસ્ટ્રોંગની તમામ જીતોને રદબાતલ કરી દીધી છે.
યુપીઆઇના અધ્યક્ષ પૈટ મૈકક્વે ડીના જણાવ્યા અનુસાર 'અમે યુએસડીએના તમામ પ્રતિબંધોનો સ્વીકાર કરીએ છીએ અને આર્મસ્ટ્રોંગની બધી જ સફળતાઓને અમાન્ય કરીએ છીએ. અને હવે આર્મસ્ટ્રોંગની સાઇક્લિંગમાં હવે કોઇ જગ્યા નથી.'
ઉલ્લેખનીય છે કે હાલમાં યુએસડીએએ આર્મસ્ટ્રોંગની ડોપિંગ પર 1000 પેજના પૂરાવા જારી કર્યા હતા. તેમાં જણાવાયું હતુ કે આર્મસ્ટ્રોંગ કઈ રીતે રમતના ઇતિહાસમાં સૌથી મોટા ડોપિંગ કાંડના કેન્દ્રબિંદુ હતા.
ટાઇટલ છીનવી લઇ આજીવન પ્રતિબંધ મૂકાયાના એક દિવસ બાદ આર્મસ્ટ્રોંગે ટ્વિટર પર મૂકેલી તેના ટાઇટલની તસવીરોને હટાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
