For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asian Games 2018: ઘોડેસવારીમાં ફાઉદ મિર્ઝાએ સિલ્વર જીત્યો

18માં એશિયન ગેમ્સમાં આઠમા દિવસે ભારતની શરૂઆત ઘણી સારી રહી છે. નિશાનેબાજોએ છેલ્લા દિવસે ભલે નિરાશ કર્યા હોય પરંતુ ઘોડેસવારોએ ભારતને બે સિલ્વર મેડલ અપાવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

18માં એશિયન ગેમ્સમાં આઠમા દિવસે ભારતની શરૂઆત ઘણી સારી રહી છે. નિશાનેબાજોએ છેલ્લા દિવસે ભલે નિરાશ કર્યા હોય પરંતુ ઘોડેસવારોએ ભારતને બે સિલ્વર મેડલ અપાવ્યા છે. ફાઉદ મિર્ઝાએ આઠમા દિવસે ભારતને પહેલો મેડલ અપાવ્યો. ઘોડેસવારીમાં વ્યક્તિગત જમ્પિંગ સ્પર્ધામાં ફવાદ મિર્ઝાએ સિલ્વર જીત્યો. બીજા દિવસે ભારતીય ઘુડસવાર જાપાન અને થાઈલેન્ડ કરતા થોડા પાછળ હતા પરંતુ તેઓ વધારે સમય પાછળ રહ્યા નહીં અને સિલ્વર મેડલ પર કબ્જો કરી લીધો.

asian games 2018

ભારતે ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. ઘોડેસવારીના જમ્પિંગ ફાઇનલ ટીમ ઇવેન્ટમાં ફાઉદ મિર્ઝા, રાકેશ કુમાર, આશિષ મલિક અને જીતેન્દ્ર સિંહએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ભારતના હવે કુલ 31 મેડલ થઇ ચુક્યા છે. ભારતના ખાતામાં 7 ગોલ્ડ, 7 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. મેડલ લિસ્ટમાં ભારત 9માં સ્થાને પહોંચી ચૂક્યું છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ

આપને જણાવી દઈએ કે ભારતીય ઘોડેસવારી મહાસંઘ એ એશિયન ગેમ્સ માટે પોતાના અનુભવી સાત સદસ્યની ઘોડેસવારી ટીમમાં ત્રણ વખત એશિયન ગેમમાં બ્રોન્ઝ મેડલ વિજેતા રાજેશ પટ્ટ, ફાઉદ મિર્ઝા, જીતેન્દ્ર સિંહ અને રાકેશ કુમારને તેમના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોના આધારે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. આ ખેલાડીઓ ઘ્વારા મહાસંઘની આશાઓને પુરી કરતા મેડલ અપાવ્યા છે.

આ પણ વાંચો: Asian Games 2018: 16 વર્ષના સૌરભે ગોલ્ડ જીત્યો

English summary
Asian Games 2018: Fouaad Mirza wins silver medal in equestrian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X