વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સમાં વિનેશ ફોગાટે જાપાની ખેલાડી યુકીને પટકીને 6-2 થી ફાઈટ જીતીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાવ્યો છે.

એશિયન ગેમ્સમાં ભારત માટે સોમવારનો દિવસ ઘણો સારો રહ્યો છે. દીપક કુમારે સિલ્વર જીત્યા બાદ વિનેશે ભારતને ગોલ્ડ અપાવ્યો, વિનેશ ફોગાટે જાપાની ખેલાડી યુકીને પટકીને 6-2 થી ફાઈટ જીતીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાવ્યો છે. વિનેશ ઘણી પ્રતિભાશાળી ખેલાડી છે. 21 વર્ષની ઉંમરમાં રિયોમાં આયોજિત ઓલિમ્પિકમાં શામેલ થઈ હતી.

vinesh phogat

એશિયન ગેમ્સમાં 50 કિલોગ્રામ વર્ગની કુશ્તીમાં વિનેશે ગોલ્ડ જીત્યો છે. આ પહેલા શનિવારે ચીનની સુન યાનને 8-2 થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. વર્ષ 2014 ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર વિનેશ, બબીતા કુમારી ફોગાટ અને ગીતાની બહેન છે. વિનેશના તાઉ મહાવીર સિંહ જાણીતા પહેલવાન હતા.

વર્ષ 2018 ના કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિલોગ્રામ વર્ગભારમાં વિનેશને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ સાથે તેણે એશિયન ચેમ્પિયનશીપમાં 3 સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા હતા. વિનેશે પહેલી વાર વર્ષ 2013 માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. 51 કિલોગ્રામ વર્ગભારમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 24 ઓગસ્ટ 1994 માં જન્મેલી વિનેશે નાની ઉંમરમાં જ પહેલવાનીમાં પોતાની ધાક જમાવી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ફાઈચના પહેલા જ રાઉન્ડમાં વિનેશ 4-0 થી આગળ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X