For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઔસ્ટ્રેલિયાએ 7 વિકેટે આયર્લેન્ડને રગદોળ્યુ

|
Google Oneindia Gujarati News

Aus-team-wt20
કોલંબો, 19 સપ્ટેમ્બર :ઔસ્ટ્રેલિયાને આયર્લેન્ડ તરફથી મળેલા ૧૨૩ રનના ટાર્ગેટને આંબી લઈ ટી-ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં માત્ર 15.1 ઓવરમાં 125 રન બનાવી શાનદાર વિજય મેળવી લીધો છે.

શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બપોરે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે શરૂ થયેલી આઇસીસી વર્લ્ડ ટી20 2012ની સી જૂથની મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર્સે આયર્લેન્ડની ટીમ પર સતત દબાણ ઉભું કરી 20 ઓવરમાં 7 વિકેટે 123 રન જ કરવા દીધા હતા.

ઓસ્ટ્રેલિયાના બોલર શૅન વૉટસનની આગેવાનીમાં બોલર્સે આયર્લેન્ટના બેટ્સમેન સામે તરખાટ મચાવ્યો હતો. પ્રથમ બોલમાં જ વૉટસને આયર્લેન્ડના કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડને આઉટ કરી દીધો હતો. શરૂઆતથી જ દબાણમાં આવી ગયેલી આયર્લેન્ડની ટીમ ખાસ નોંધપાત્ર રન બનાવી શકી ન હતી. જો કે ઑ'બ્રિયન ભાઇઓ કેવિન અને નિયાલે અર્ધ શતકની ભાગીદારી નોંધાવી આયર્લેન્ડની ટીમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી. કેવિને 35 રન અને નિયાલે 20 રન બનાવ્યા હતા.

વૉટસને ચાર ઓવરમાં માત્ર 26 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. મિશેલ સ્ટાર્કે બે વિકેટ અને ગ્લેન મેક્સવેલ અને બ્રાડ હોગે એક એક વિકેટ લીધી હતી.

આ વર્ષે વર્લ્ડ ટી20ની આ બીજી મેચ છે.ટોસ જીત્યા બાદ આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ તેના બેટિંગ દાવમાં સારી શરૂઆત કરી હતી. તેણે આઠ ઓવર પૂરી થઇ ત્યાં સુધીમાં 1 વિકેટના નુકસાને 65 રન બનાવ્યા હતા.

English summary
Australia following target of 123 giving by Ireland in T20 world cup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X