બોલર્સના બાઉન્સરે કંઇક આવી કરી હતી બેટ્સમેનોની હાલત
ક્રિકેટ અનેક બાબતે રસપ્રદ અને રોમાંચકતા ભરેલી રમત છે. ક્રિકેટના દરેક બોલે કંઇકને એક એવું રોમાંચક આપણને જોવા મળે છે, જે આપણને મેચના અંત સુધી ઝકડી રાખે છે. તેમાં પછી બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવતા રન હોય કે, પછી બોલર્સ દ્વારા પોતાની બોલિંગના જોરે વિરોધી ટીમના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરવાની કરામત હોય, કે પછી મેદાન પર ફિલ્ડિંગ ભરી રહેલા ફિલ્ડર્સ હોય કે, પછી બોલર્સના બોલનો સામનો કરતી વખતે વિચિત્ર સ્થિતિમાં મુકાયેલા બેટ્સમેન હોય. આ તમામ બાબત આપણને આ રમત પ્રત્યે વધુ આકર્ષિત કરે છે.
ત્યારે આ વખતે અમે અહીં આ રમત સાથે જોડાયેલી એવી જ કેટલીક રસપ્રદ વાતો લઇને આવ્યા છીએ. જો કે, આ વખતે આ રસપ્રદ વાતો કોઇ બેટ્સમેનના રન કે બોલર્સની વિકેટ કે પછી અન્ય કેટલીક ઇતિહાસ સર્જનારી સિદ્ધિઓ પર નહીં, પરંતુ બોલર્સ દ્વારા ફેંકવામાં આવતા કેટલાક એવા બોલ અંગે છે, જેના કારણે બેટ્સમેને કા તો હવામાં કૂદકો મારવા અથવા તો બોલથી બચવા આમતેમ હલન ચલન કરવા માટે મજબૂર કરી દીધા હતા. તો ચાલો તસવીરો થકી આવી જ કેટલીક ક્ષણો નિહાળીએ.

ગ્રીમ સ્મિથ
21 માર્ચ 2013ના રોજ ડર્બન ખાતે રમાયેલી વનડે મેચ વખતે પાકિસ્તાની બોલર દ્વારા ફેંકવામાં આવેલા એક બોલ દરમિયાન ગ્રીમ સ્મિથે જમ્પ મારવો પડ્યો હતો.

ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે 14 ડિસેમ્બર 2012ના રોજ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને બાઉન્સરનો સામનો કરવો પડ્યો હતો.

એબીડી વિલિયર્સ
ઇંગ્લેન્ડના લીડ્સ ખાતે 2 ઑગસ્ટ 2012ના રોજ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દમરિયાન દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબીડી વિલિયર્સને બાઉન્સરનો સામનો કરવો પડ્યો હતો.

ચણાકા વેલેગદેરા
શ્રીલંકાના ગાલે ખાતે 26 માર્ચ 2012ના રોજ રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન શ્રીલંકાનો બેટ્સમેન ચણાકા વેલેગદેરા બાઉન્સર બોલથી બચી રહ્યો છે.

પોલ કોલિંગવૂડ
ઇંગ્લેન્ડના લીડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 8 ઑગસ્ટ 2009ના રોજ એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ રમાઇ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાના બોલર મિશેલ જ્હોન્સન દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો બેટ્સમેન પોલ કોલિંગવૂડ.

ઇઆન બેલ
ઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે 2 ઑગસ્ટ 2009ના રોજ રમાયેલી ટેસ્ટ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો બેટ્સમેન ઇઆન બેલ.

બ્રાડ હેડિન
લોર્ડ્સ મેદાન ખાતે 19 જૂલાઇ 2009ના રોજ રમાયેલી મેચ દરમિયાન બાઉન્સ બોલનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન બ્રાડ હેડિન.

માઇકલ ક્લાર્ક
ઇંગ્લેન્ડના લંડન ખાતે 6 જૂન 2009ના રોજ રમાયેલી આઇસીસી ટી20 વિશ્વકપની મેચ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો માઇકલ ક્લાર્ક. આ મેચ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હતી.

કેવિન પીટરસન
18 માર્ચ 2006ના રોજ મુંબઇ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન મુનાફ પટેલ દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો બેટ્સમેન કેવિન પીટરસન.

ફિડેલ એડવર્ડ્સ
ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન ખાતે 5 નવેમ્બર 2005ના રોજ રમાયેલી મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલર દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો વેસ્ટ ઇન્ડિઝનો બેટ્સમેન ફિડેલ એડવર્ડ્સ.

શેન વોર્ન
ઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે 7 ઑગસ્ટ 2005ના રોજ રમાયેલી એશીઝ ટેસ્ટ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન.

સુરેશ રૈના
13 ઑગસ્ટ 2013ના રોજ ઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન એન્ડરસનના બાઉન્સરનો સામનો કરી રહેલો ભારતીય બેટ્સમેન સુરેશ રૈના.

નુવાન પ્રદીપ
ઓસ્ટ્રેલિયાના સીડની ખાતે 6 જાન્યુઆરી 2013ના રોજ રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલર દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો શ્રીલંકાનો ખેલાડી નુવાન પ્રદીપ.

બ્રાયન લારા
ઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે 30 જૂલાઇ 2004ના રોજ રમાયેલી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો બ્રાયન લારા.

રુસેલ આર્નોલ્ડ
ઓસ્ટ્રેલિયાના ડાર્વિન ખાતે 2 જૂલાઇ 2004ના રોજ રમાયેલી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન ગ્લેન મેગ્રા દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો રુસેલ આર્નોલ્ડ.

કેમરોન વ્હાઇટ
ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે 6 ફેબ્રુઆરી 2011ના રોજ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મેચ રમાઇ હતી, જેમાં ઇંગ્લેન્ડના બોલર દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી કેમરોન વ્હાઇટ.

સ્ટેફન ફ્લેમિંગ
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે 11 જાન્યુઆરી 2002ના રોજ રમાયેલી એક મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર ગ્લેન મેગ્રાના બોલનો સામનો કરી રહેલો ન્યુઝીલેન્ડનો સુકાની સ્ટેફન ફ્લેમિંગ.

ટિમ એમ્બ્રોસ
ન્યુઝીલેન્ડના વેલિંગટન ખાતે 13 માર્ચ 2008ના રોજ રમાયેલી મેચ દરમિયાન ન્યુઝીલેન્ડના બોલર દ્વાર ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો ખેલાડી ટિમ એમ્બ્રોસ.

જેક્સ કાલિસ
દક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે 29 ડિસેમ્બર 2010ના રોજ રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દરમિયાન શ્રીસંથ દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સર દરમિયાન આઉટ થયેલો દક્ષિણ આફ્રિકાનો ખેલાડી જેક્સ કાલિસ.

ઓસ્ટ્રેલિયન ખેલાડી માઇકલ ક્લાર્ક
ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે 6 ડિસેમ્બર 2010ના રોજ એશીઝની બીજી ટેસ્ટ રમાઇ હતી, જેમા બાઉન્સરનો સામનો કરી રહેલો માઇકલ ક્લાર્ક.

ડેનિયલ વિટ્ટોરી
ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે 8 ડિસેમ્બર 2004ના રોજ રમાયેલી મેચ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ન્યુઝીલેન્ડનો ખેલાડી ડેનિયલ વિટ્ટોરી.

દક્ષિણ આફ્રિકન ગ્રીમ સ્મિથ
ઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે 28 જૂલાઇ 2003ના રોજ રમાયેલી મેચ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ગ્રીમ સ્મિથ.

એલીસ સ્ટેવર્ટ
1996માં લંડન ખાતે રમાયેલી એક મેચ દરમિયાન પાકિસ્તાનના બોલર વસીમ અકરમ દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો ખેલાડી એલીસ સ્ટેવર્ટ.

બ્રાન્ડેન મેક્કુલમ
16 ડિસેમ્બર 2006ના રોજ વેલિંગ્ટન ખાતે રમાયેલી મેચ દરમિયાન શ્રીલંકાના બોલર દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો બ્રાન્ડેન મેક્કુલમ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
