For Quick Alerts
For Daily Alerts

BCCIની આપાતકાળ બેઠક 2 જૂને : શ્રીનિવાસન રાજીનામુ આપી શકે
નવી દિલ્હી, 1 જૂન : બીસીસીઆઇની આપાતકાળ બેઠક 2 જૂન, 2013 રવિવારે ચેન્નાઇમાં યોજાવાની છે. આ બેઠકમાં બોર્ડમાં અલગ પડી ગયેલા બીસીસીઆઇના ચેરમેન પોતાનું રાજીનામુ આપે તેવી શક્યતા છે. આઇપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં અને સટ્ટાબાજીના આરોપોમાં પોતાના જમાઇની ધરપકડ બાદ શ્રીનિવસન પર પદ છોડી દેવાનું દબાણ વધી રહ્યું છે. આવા સમયે બીસીસીઆઇની કાર્યસમીતિની બેઠક સમય કરતા વહેલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ બેઠક 8 જૂન, 2013 શનિવારના રોજ યોજાવાની હતી.
આ અંગે બીસીસીઆઇના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ મેનેજર રત્નાકર શેટ્ટીનું કહેવું છે કે "કાર્યકારી સમિતિની આપાતકાલ બેઠક 2 જૂનના રોજ ચેન્નાઇમાં સવારે 11 વાગે બોલાવવામાં આવી છે." આ દરમિયાન આજે સવારે ઉપાધ્યક્ષ અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે આજે થોડી રાહ જુઓ, મોટી ખબર મળી શકે એમ છે. બીજી તરફ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે ક્રિકેટ બોર્ડ્સમાં માત્ર ખેલાડીઓ જ હોવા જોઇએ.
આ દરમિયાન એવા પણ સમાચાર છે કે સંયુક્ત સચિવ અનુરાગ ઠાકુર અને પાંચ ઉપાધ્યક્ષો પણ આજે રાજીનામુ આપી શકે છે. આ ઉપાધ્યક્ષોમાં અરૂણ જેટલી - ઉત્તર, નિરંજન શાહ - પશ્ચિમ, સુધીર ડાબિર - મધ્ય, ચિત્રક મિત્રા - પૂર્વ અને શિવલાલ યાદવ - દક્ષિણનો સમાવેશ થાય છે. જો કે ચિત્રક મિત્રાએ એમ પણ જણાવ્યું છે કે તેઓ રાજીનામુ આપવાનું વિચારી રહ્યા નથી. રાજીનામુ આપવા માટે મારા પર કોઇ દબાણ નથી.
Comments
bcci srinivasan ipl spot fixing mayappan arun jaitely બીસીસીઆઇ શ્રીનિવાસન આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મયપ્પન અરૂણ જેટલી cricket
English summary
BCCI's emergency meeting tomorrow, Srinivasan may resigns