For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ થઇ શકે છે ધોનીની પૂછપરછ

By Super
|
Google Oneindia Gujarati News

mahendra-dhoni
નવી દિલ્હી, 11 જૂનઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઇ) આ મહિનાના અંતમા ચેમ્પિયન્સ ટ્રોફીની સમાપ્તિ બાદ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની રીતિ સ્પોર્ટ્સમાં તેમની ભાગીદારી અને હિતોમાં ટકરાવને લઇને પૂછપરછ કરી શકે છે.

દાલમિયાએ સોમવારે બીસીસીઆઇની આપાત બેઠકમાં એવું કહેવામા આવ્યું છેકે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ટીમને પરેશાન કરવા નથી માગતા, તેનાથી આપણને કોઇ લાભ નહીં થાય. ધોની વિરુદ્ધ મુદ્દાને મે સંજ્ઞાનમાં લીધા છે, અમે તેના પર વિચાર કરી રહ્યાં છીએ, પરંતુ અમે કોઇની ધરપકડ કરવા નથી જઇ રહ્યાં.

તાજેતરમાં એક રિપોર્ટમાં ધોનીની એક ખેલ પ્રબંધન કંપની, રીતિ સ્પોર્ટ્સમાં 15 ટકા શેર હોવાના સમાચાર આવ્યા બાદ ધોની વિવાદોમાં ઘેરાઇ ગયો હતો. નોંધનીય છે કે, આ કંપની સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને પ્રજ્ઞાન ઓઝાનું કામ પણ જૂએ છે.

નોંધનીય છે કે રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમીટેડે ગત દિવસોમાં કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પહેલા કંપનીના શેર ધારક હતા, પરંતુ એપ્રિલમાં તેમણે કંપનીને પોતાના શેર પરત આપી દીધા હતા, જેનું ભુગતાન તેમને કરી દેવામાં આવ્યું હતું. રીતિ સ્પોર્ટ્સના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક અરૂણ પાંડેના એક વક્તવ્યમાં કહ્યું કે આજની તારીખમાં, રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટમા ધોનીના શેર નથી. જો કે, ગત એક વર્ષથી પણ અધિક સમયથી લંબિત ભુગતાનને સુનિશ્ચિત કરવા માટે 22 માર્ચ 2013ના રોજ ધોનીને કેટલાક શેર આવંટિત કરવામાં આવ્યા હતા.

English summary
The Board of Control for Cricket in India (BCCI) might question Indian captain MS Dhoni regarding his stakes in Rhiti Sports
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X