...તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી 'Out' થઇ જશે ટીમ ઇન્ડિયા!

champions trophy
મુંબઇ, 13 મે : આઇસીસીની ગવર્નિંગ બોડીમાં એલ શિવરામાકૃષ્ણને ખેલાડીઓના પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરવાનો વિવાદ વધુ વકરતો જઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર જો વિવાદ સમય રહેતા હલના થયો તો ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે, આ બાબતે બીસીસીઆઇએ ચેતવણી પણ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવરામાકૃષ્ણનની પસંદગી પર ફિકાના સીઇઓ ટિમમાં જે રીતે મુદ્દાને ઉછાળી રહ્યા છે તેનાથી બીસીસીઆઇ નારાજ છે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ ચેતવણી પણ આપી છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા નહી રમે. ટિમે કહ્યું કે આ વાતના પૂરતા પુરાવા છે કે કપ્તાનોને પ્રભાવિત કરવામાં આવ્યા છે. તેમને પોતાની પસંદ અનુસાર વોટ આપવા દેવામાં આવ્યા નહી. જ્યારે ફિકાનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટ રમવાવાળી ટીમોના કપ્તાન અનુસાર વોટને ક્રિકેટ બોર્ડો અને બીસીસીઆઇએ પ્રભાવિત કરી છે.

સમાચાર અનુસાર પ્રથમ વોટિંગ અનુસાર ટિમને 9 જ્યારે શિવરામાકૃષ્ણનને એક વોટ મળ્યો હતો પરંતુ બીસીસીઆઇ એ રૂપિયાના જોરે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડોને ખરીદી લીધા છે. ક્રિકેટ બોર્ડો દ્વારા કહેવાયું છે કે તેઓ પોતાની ટીમના કપ્તાનોથી શિવરામાકૃષ્ણનના પક્ષમાં વોટ આપવા માટે કહે, અને ત્યારબાદ બીજીવાર થયેલી વોટિંગમાં શિવરામાકૃષ્ણન ચૂંટણી જીતી ગયા.

અત્રે ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ છ જૂનના કાર્ડિફમાં ભારત અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે રમવામાં આવશે. ભારત ગ્રુપ બીમાં ત્યારબાદ 11 જૂનના રોજ ઓવલ, લંડનમાં વેસ્ટઇન્ડિઝથી અને 15 જૂનના રોજ એજબેસ્ટન બર્મિંઘમમાં પોતાના અંતિમ ગ્રૂપ મેચમાં ચિર પ્રતિદ્વંધી પાકિસ્તાન સાથે મુકાબલો કરશે.

ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, દક્ષિણ આફ્રીકા અને શ્રીલંકા ગ્રૂપ એ માં છે. પ્રત્યેક ગ્રૂપથી ઉપર રહેનાર બે ટીમો સેમીફાઇનલમાં પહોંચશે જો 19 અને 20 જૂનના રોજ યોજાશે. ફાઇનલ 23 જૂનના રોજ એજબેસ્ટનમાં રમાશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે 24 માર્ચના રોજ તાર ટેસ્ટ મેચોની સીરીઝ પૂરી થયા બાદ પહેલી વાર આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X