For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..ને મહેશ ભૂપતિને ડિનરમાં મળ્યો જીવતો સાપ

By Super
|
Google Oneindia Gujarati News

mahesh-bhupathi
કોલકતા, 3 ડિસેમ્બરઃ વિદેશ પ્રવાસ પર ભારતીય ખેલાડીઓ ઘર જેવા ભોજન માટે તરસતાં હોય અને ઘણી વખત તેમને અજીબોગરીબ ખાવાનું પીરસવામાં આવે છે. એક વખત ચીનમાં ટેનિસ સ્ટાર ખેલાડીઓને ડિનરમાં સાપ પીરસવામાં આવ્યો હતો.

ભારતીય ટેનીસ સ્ટાર મહેશ ભૂપતિએ કહ્યું કે, ચીનમાં ભોજન અંગેનો તેમનો અનુભવ ખતરનાક રહ્યો. એકવાર ડેવિસ કપ સ્પર્ધા દરમિયાન ચીનના એક રેસ્ટોરાંમાં ડિનર ટેબલ પર તેમની સામે જીવતો સાપ રાખવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે શું તેમના માટે તેને પકાવીને લાવવામાં આવે. ભૂપતિએ કહ્યું કે, તેમણે અન્ય બીજી વસ્તુઓ ખાઇને પોતાનું પેટ ભર્યું.

તેમણે કહ્યું કે, ચીનમાં ચાઇનીઝ ખાવાનું એટલું સારું નથી મળતું જેટલું, ભારતમાં મળે છે. વિદેશ પ્રવાસ પર ભારતીય ભોજન મળવા જેટલું મોટું સુખ અન્ય કોઇ નથી. સામાન્ય રીતે વિદેશમાં પાસ્તા ખાવાનું તેઓ પસંદ કરે છે.

ખેલ પત્રકાર બોરિયા મજૂમદારના પુસ્તક 'કૂકિંગ ઓન ધ રન' ના વિમોચન સમયે ભારતીય ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે, મને બિરયાની અને ઉત્તર ભારતીય ખાવાનું પસંદ છે, પરંતુ ઘણી વખત મારે વેજ બર્ગરથી સંતોષ માનવો પડે છે. વિદેશમાં ભારતીય રેસ્ટોરાં શોધવા ઘણા અઘરા છે. જોકે, ભારતીય સ્પિનર આર અશ્વિનનું કહેવું બધાથી અલગ છે. તેમનું કહેવું છે કે વિદેશમાં શાકાહારી ખાવાનું મળવું અઘરું નથી.

English summary
Getting Indian food is a "luxury" for country's cricketers and tennis players when they compete abroad and once they had snake on menu while in China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X