શ્રીલંકાને હરાવીને ભારત ફાઇનલમાં
પોર્ટ ઓફ સ્પેન, 10 જુલાઇઃ મેન ઓફ ધ મેચ ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગના જોરે ભારતે ટ્રાઇ સિરિઝની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને 81 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારતે આ મેચ બોનસ પોઇન્ટ સાથે જીતી, જેના કારણે ટૂર્નામેન્ટની ત્રીજી ટીમ વેસ્ટ ઇન્ડિઝ ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગઇ છે. ફાઇનલ મેચ હવે ગુરુવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે.
લીગ મેચોમાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ મળેલી જીતથી કુલ એક-એક બોનસ પોઇન્ટની મદદથી કુલ 10 અંક મેળવીને ભારત ટોપ પર આવી ગયું છે. શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ નવ-નવ અંક પર રહ્યાં પરંતુ શ્રીલંકાનું નેટ રનરેટ વેસ્ટ ઇન્ડિઝ કરતા સારું હોવાના કારણે તે ફાઇનલમાં પહોંચી ગયું છે. મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું છે કે, મને મારી ટીમ પર ગર્વ છે. બે હાર બાદ સતત બે મેચમાં વિજય મેળવીને શ્રેણીમાં પુનરાગમન કરવાથી ટીમના જુસ્સાની ખબર પડી જાય છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે શ્રેણીમાં ત્રણ સારી ટીમ રમી રહી હોય છે ત્યારે કંઇપણ થઇ શકે છે. તો ચાલો આ મેચ સાથે જોડાયેલી વધુ બાબતો પર તસવીરો થકી પ્રકાશ નાંખીએ.

ડકવર્થ લુઇસના નિયમથી જીત
વરસાદના કારણે ડકવર્થ લુઇસના નિયમથી જીત માટે 26 ઓવરમાં મળેલા 178 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 24.4 ઓવરમાં માત્ર 96 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ. ભારત માટે ભુવનેશ્વર કુમારે સૌથી વધારે 4 વિકેટ, જ્યારે જાડેજા અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ મેળવ્યા હતા.

શ્રીલંકાના બેટ્સમેનો થયા નિષ્ફળ
શ્રીલંકાનો એક પણ બેટ્સમેન પીચ પર લાંબો સમય સુધી રોકાઇ શક્યો નહીં. શ્રીલંકા તરફથી દિનેશ ચાંદીમલે સૌથી વધારે 26 રન બનાવ્યા, જ્યારે અન્ય બેટ્સમેનની વાત કરવામાં આવે તો થરંગા 6, સંગાકારા 0, જયવર્ધને 11, થિરિમાને 0, મેથ્યુઝ 10, હેરાથ 4, દિલહારા 6 અને મલિંગા 10 રન બનાવી આઉટ થયા હતા.

મેચ 4 કલાક માટે સ્થિગત
આ પહેલા ટોસ હારીને ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરવા માટે આવી હતી. ટીમ ઇન્ડિયાએ હજુ 29 ઓવર રમી હતી ત્યાંજ વરસાદ આવતા મેચ 4 કલાક માટે સ્થિગત કરી દેવામાં આવી હતી.

26 ઓવરમાં 178 રનનો લક્ષ્યાંક
વરસાદના કારણે બરબાદ થયેલા સમયના લીધે ભારતની ઇનિંગ સમાપ્ત કરી દેવામાં આવી અને શ્રીલંકાને 26 ઓવરમાં 178 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો.

શ્રીલંકાને રોકવાનું હતું 177 રન પર
ભારતે ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકાને 177 રન પર રોકવાનું હતું. જેના જવાબમાં ભારતે શાનદાર રીતે શ્રીલંકાને 96 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું.

ભારતીય બેટિંગની વાત
ભારતીય બેટિંગની વાત કરવામાં આવે તો શિખર ધવન 15, કોહલી 31 અને દિનેશ કાર્તિકે 12 રન બનાવ્યા હતા.

રોહિત શર્માના 48 રન
રોહિત શર્મા 48 અને સુરેશ રૈના 4 રન સાથે અણનમ રહ્યાં હતા. શ્રીલંકા તરફથી હેરાથે બે અને મેથ્યુઝે એક વિકેટ ઝડપી હતી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
