પ્રેમિકાને ચોર સમજી ગોલ્ડ મેડલિસ્ટે કરી નાખ્યું ફાયરિંગ

બનાવ અંગે પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, અમે ઘટનાસ્થળેથી 9 મિલિમિટરની પિસ્તોલ મળી છે. 26 વર્ષિય ઓસ્કરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્હોનિસબર્ગના રેડિયોના અહેવાલ અનુસાર ઓસ્કરે તેની પ્રેમિકાના માથા અને હાથના ભાગે ગોળી મારી, જોકે આ ઘટના અંગે હજુ કોઇ સ્પષ્ટ વાત બહાર આવી નથી, પરંતુ તેણે કદાચ તેની પ્રેમિકાને ચોર માની લીધી હશે અને તેના પર ફાયરિંગ કરી દીધું હશે.
અત્રે એ વાત નોંધનીય છે કે વિશ્વના તમામ દેશોની સરખામણીએ દક્ષિણ આફ્રિકાનો ક્રાઇમ રેસિયો સૌથી વધારે છે, અવાર નવાર થતાં ક્રાઇમના કારણે કટેલાક ઘરના માલિકો દ્વારા પોતાના બચાવ માટે હથિયાર સાથે રાખવામાં આવી રહ્યાં છે, જેથી તેઓ પોતાના પર થતાં હુમલાને મહદઅંશે ખાળી શકવામાં સફળ થાય.












Click it and Unblock the Notifications
