For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL ફિક્સિંગ કાંડમાં સનસનીખેજ ખુલાસો: હોટલમાં છોકરીઓ સાથે પકડાયો હતો શ્રીસંત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 મે: આઇપીએલ ફિક્સિંગ કાંડમાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. આઇપીએલ-6 ના આ સીઝન દરમિયાન મુંબઇની એક હોટલમાં શ્રીસંત એક છોકરી સાથે પકડાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બુકીઝ આઇપીએલમાં રમી રહેલા ક્રિકેટરોને છોકરીઓ પણ સપ્લાઇ કરતા હતા. એવું માનવામાં આવે છે કે બુકીઝે શ્રીસંતને પણ મુંબઇની હોટલમાં છોકરી સપ્લાઇ કરી હતી. આ કેસમાં શંકાના ઘેરામાં અંકિત ચૌહાણ અને ચંદિલા પણ સમાવેશ થાય છે.

આ પહેલાં ક્રિકેટને વારંવાર શર્મસાર કરનાર સ્પૉટ ફિક્સિંગના 'ભૂતે' આ વખતે એક સુનિયોજિત રીતે આઇપીએલને પોતાની પકડ લઇ લીધું. ગુરૂવારે તે સમયે ભારતીય ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો, જ્યારે દિલ્હી પોલીસે ભારતીય ટીમના ફાસ્ટ બોલર શાંતાકુમારન શ્રીસંત સહિત રાજસ્થાન રોયલ્સ ટીમના બે ખેલાડીઓ અને 11 સટોડિયાઓને સ્પૉટ ફિક્સિંગ મુદ્દે ઝડપી પાડ્યાં.

ખેલાડીઓની મુંબઇથી ધરપકડ કર્યા બાદ દિલ્હીની કોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા, તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસે ગુરૂવારે કહ્યું હતું કે સટોડિયાઓના સંબંધ મુંબઇ અંડરવર્લ્ડ સાથે છે. દિલ્હી પોલીસે એમ પણ કહ્યું છે કે આ મુદ્દે વધુ ધરપકડ થઇ શકે છે. મુંબઇ પોલીસના સૂત્રોએ એ વાતના સંકેત આપ્યા છે કે આ રેકેટના તાર પાકિસ્તાન સ્થિત અંડરવર્લ્ડ સાથે જોડાયેલા હોય શકે છે.

sreesanth-sad

દિલ્હી પોલીસે બુધવારે મોડી રાત્રે ભારત માટે 27 ટેસ્ટ અને 53 વન-ડે મેચ રમી ચુકેલા 30 વર્ષના શ્રીસંત ઉપરાંત પ્રથમ શ્રેણીના ખેલાડી અંકિત ચૌહાણ અને અજીત ચંદેલાની ધરપકડની ધરપકડ કરી હતી. બીસીસીઆઇએ તાત્કાલિક કાર્યવાહી કરતાં આ ત્રણેયને તપાસ પુરી થાય ત્યાં સુધી સસ્પેંડ કરી દિધા છે. ગુરૂવારે સાંજે દિલ્હી ગયા બાદ પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ લોકેશ કુમાર શર્માએ તેમને પાંચ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દિધા છે. પોલીસે દિલ્હી, મુંબઇ અને અમદાવાદથી 11 સટોડિયાની પણ ધરપકડ કરી છે. આ સટોડિયાઓને પણ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.

દિલ્હી પોલીસ આયુક્ત નીરજ કુમારે રાજધાનીમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે આ ત્રણેય વિરૂદ્ધ વારાફરતી 5,9 અને 15 મેના રોજ રમવામાં આવેલી રાજસ્થાન રોયલ્સની મેચોમાં સ્પૉટ ફિક્સિંગના આરોપના સબૂત મળ્યા છે. નીરજ કુમારે કહ્યું હતું કે 100 કલાકની ફોન ટેપીંગ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. ચંદેલા પર પાંચ મેના રોજ યોજાયેલી મેચમાં સ્પૉટ ફિક્સિંગનો આરોપ છે જ્યારે શ્રીસંતે મોહાલીમાં કિંગ્સ ઇલેવન સાથે રમાયેલી મેચ દરમિયાન સ્પૉટ ફિક્સિંગ કરી હતી. આ પ્રકારે અંજિત ચૌહાણે 15 મેના રોજ મુંબઇ ઇન્ડિયંસ વિરૂદ્ધ રમાયેલ મેચમાં સ્પૉટ ફિક્સિંગ કરી હતી.

મુંબઇથી ધરપકડ કરવામાં આવેલા સટોડિયાઓના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે હોય શકે છે. સૂત્રોએ કહ્યું હતું કે એવું માનવામાં આવે છે કે દાઉદ હજુ સુધી પાકિસ્તાનમાં છે. દાઉદ અને ક્રિકેટ સટ્ટેબાજીનો જુનો સંબંધ છે.

English summary
In a sensational revelation it was learnt that the Rajasthan Royals players, who were allegedly involved in spot-fixing in IPL, were supplied with women by the bookies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X