આમિર ખાનના પરિવારજનો મારા કપડાને ઇસ્લામ વિરુદ્ધ કહી મને મારતા હતા

Subscribe to Oneindia News

પાકિસ્તાન મૂળના બ્રિટિશ બોક્સર આમિર ખાનની પત્ની ફરયાલ મખદૂમનું કહેવુ છે કે તેના સાસરિયાઓએ તેને ખૂબ હેરાન કરી છે અને તેના લગ્નને બરબાદ કરવાની કોશિશ કરી છે.

amir khan

પાકિસ્તાની મૂળના બોક્સર આમિર ખાનના ઘરની લડાઇ હવે સાર્વજનિક થઇ ગઇ છે. તેની પત્ની ફરયાલે એક સ્નેપ ચેટમાં કહ્યુ કે આમિરના પરિવારજનો તેને બહુ હેરાન કર્યા કરે છે અને આ બધુ બહુ લાંબા સમયથી ચાલી રહ્યુ છે.

ફરયાલે કહ્યુ કે તેની સાસુ અને સસરાએ તેને એક 'ખરાબ મુસલમાન મહિલા' કહી અને તેના કપડાને ઇસ્લામ વિરુદ્ધના કહ્યા. ફરયાલે કહ્યુ કે તેને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો. ફરયાલે થોડા દિવસો પહેલા પોતાના કપડા પર થયેલી કોમેંટનો જવાબ આમિરના ભાઇની એક નેક્ડ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે આપ્યો હતો.

amir khan

આમિર બોલ્યા, પરિવારમાં વિવાદ દૂર્ભાગ્યપૂર્ણ

25 વર્ષની ફરયાલે પોતાના સાસરિયા પર લાગેલા આ આરોપો બાદ આમિરે પણ મૌન તોડ્યુ છે. આમિરે આ બધા વિવાદને દૂર્ભાગ્યપૂર્ણ કહ્યુ છે. આમિરે એક ઇંટરવ્યૂમાં કહ્યુ કે તેની પત્ની અને પરિવારના લોકોએ આ બાલિશ હરકતો છોડી દેવી જોઇએ. આ રીતે સોશિયલ મીડિયા પર ઘરની વાતો કરવાથી તેની છબીને નુકશાન પહોંચી રહ્યુ છે.

આમિરની સતત કોશિશો છતાં આમિરના માતા-પિતા અને ફરયાલ વચ્ચેની ખેંચતાણ બંધ થવાનું નામ નથી લેતી. તેઓ એકબીજા પર સતત આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

English summary
boxer Amir Khan wife accuses in laws of bullying and abusing
Please Wait while comments are loading...