• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, જાડેજાની કઇ વાતની ઇંગ્લેન્ડ સુકાની કૂકે લીધી હતી નોંધ

|

સાઉથમ્પટન, 28 જુલાઇઃ ભારત સામે શરૂ થયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં સદી નહીં મારી શકવાનો રંજ ઇંગલેન્ડ સુકાની એલિસ્ટર કૂક છે, પરંતુ આ સાથે જ તેમને એ વાતની ખુશી પણ છેકે તેણે ફોર્મ પરત મેળવી લીધું છે. કૂક તેની 26મી સદી માત્ર પાંચ રનથી ચૂકી ગયો છે. કૂકે 95 રન બનાવ્યા જ્યારે યુવા ખેલાડી ગેરી બેલેન્સે અણનમ 104 રનની ઇનિંગ રમી હતી, જેની મદદથી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધી ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 247 રન બનાવી લીધા છે. આ સાથે જ કૂકે એક વાતની નોંધ લીધી હતી કે રવિન્દ્ર જાડેજા તેની વિકેટ લીધા બદ હસી રહ્યો હતો.

પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કૂકે કહ્યું કે, મિશ્ર ભાવનાઓ છે, સદી બનાવવામાં પાંચ રનથી ચૂકી જતા નિરાશ છું, પરંતુ કાલે મને કોઇ 95 રન આપત તો હું ખુશી ખુશી લઇ લેત. તેથી હું આ 95 રનને બનાવીને ઘણો ખુશ છું.

જ્યારે કૂકને તેના બેટિંગમાં બદલાવ કર્યો છેકે નહીં એ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું બોલનો ઘણો પીછો કરી રહ્યો હતો અને મે તેમાં ફેરબદલ કર્યો છે. છેલ્લી 28 ઇનિંગમાં આ કૂકનો સર્વાધિક સ્કોર છે. તેણે પોતાની અંતિમ સદી 2013માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ લગાવી હતી. કૂક જ્યારે 15 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પંકજ સિંહની બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ તેનો કેચ છોડી દીધો હતો. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

રવિન્દ્ર જાડેજાએ આપી તક

રવિન્દ્ર જાડેજાએ આપી તક

હું સંઘર્ષ કરી રહ્યો હતો, જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યા હોવ ત્યારે તેવા સમયમાં તમને કિસ્મતના સાથની જરૂર હોય છે. ક્યારેક તમને કિસ્મત સાથ આપે છે અને જે તે સમયે તમે તેનો સારી રીતે ઉપયોગ કરી લો છે. તેથી જાડેજા દ્વારા મારો કેચ છોડવામાં આવ્યો તે મારા માટે કિસ્મત સમાન સાબિત થયો, પરંતુ જ્યારે તેણે મારી વિકેટ લીધી ત્યારે તે હસી રહ્યો હતો.

તમે ક્યારેય કોઇને બોલતા અટકાવી શકતા નથી

તમે ક્યારેય કોઇને બોલતા અટકાવી શકતા નથી

જ્યારે કૂકને પૂછવામા આવ્યું કે તેની આ ઇનિંગ ટીકાકારોને જવાબ છે, તો તેણે કહ્યુંકે તમે ક્યારેય કોઇને બોલતા અટકાવી શકતા નથી. લોકો મને આત્મવિશ્વાસ આપી રહ્યા છે અને એ આત્મવિશ્વાસને નબળો કરવો એ નિરાશ છે. આ ટીમને મદદરૂપ થવાની વાત છે, જ્યારે તમે બેટ્સમેન હોવ અને રન બનાવી ના શકો, તમારા કામને ન્યાય ન આપી શકો ત્યારે તમને બધા સમર્થન કરતા હોય તો પણ તમે ચિંતિત અને નિરાશ રહો છો.

કૂકે કર્યા બેલેન્સના વખાણ

કૂકે કર્યા બેલેન્સના વખાણ

આ સાથે જ કૂકે બેલેન્સના પણ વખાણ કર્યા છે. બેલેન્સે બીજી વિકેટ માટે 158 રન ઉમેર્યા છે. કૂકે કહ્યું કે એવું લાગે છેકે તે દરેક ઇનિંગમાં એક સરખી બેટિંગ કરે છે અને તે ઘણી જ પ્રભાવનજક છે. જ્યારે તે પહેલીવાર ટીમમાં આવ્યો ત્યારે તે થોડોક નર્વસ હતો, પરંતુ હવે તે જામી ગયો છે અને તેની ટેક્નિક પણ સારી છે. તે એક સારો ખેલાડી છે અને તેની જે મેથડ છે તે લાંબા સમય સુધી કામ લાગવાની છે. જે ટેસ્ટ ક્રિકેટમાં ઘણું જ મહત્વનું છે.

ઇંગ્લેન્ડની પહેલા દિવસની રમત

ઇંગ્લેન્ડની પહેલા દિવસની રમત

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં રોબસને 26, કૂક 95, બેલેન્સ 104 અને બેલે 16 રન બનાવ્યા છે. બેલન્સ 104 રન સાથે જ્યારે બેલ 16 રન સાથે રમતમાં છે. ભારત તરફથી મોહમ્મદ સમી અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી છે. સમીએ રોબસનની અને જાડેજાએ કૂકની વિકેટ લીધી હતી.

English summary
England captain Alastair Cook was a relieved man after finally striking form to end a prolonged lean run even though he was disappointed not to get a hundred on the opening day of the third Test against India here Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more