For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીએ કર્યું ભગવાન વિષ્ણુનું અપમાન, કેસ દાખલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 7 મે: ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરૂદ્ધ સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુનું અપમાન કરવા બદલ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હકિકતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ એક જાહેરાત માટે અલગ-અલગ અવતાર ધર્યા હતા જેમાં એક અવતાર ભગવાન વિષ્ણુનો પણ હતો.

સામાજિક કાર્યકર્ત જયકુમાર હીરેમઠેએ આ કેસ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (એસીએમએમ)ની કોર્ટમાં કલમ 295 હેઠળ દાખલ કરાવ્યો છે. આ કલમ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે કોઇ વ્યક્તિ કોઇ વિશેષ ધર્મ કે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

dhoni-in-vishnu-avtaar

જયકુમાર હીરેમઠેએ આ જાહેરાત બિઝનેસ પત્રિકામાં છપાયેલી આ જાહેરાત વિરૂદ્ધ કેસ નોંધાવ્યો, જેમાં ભગવાન વિષ્ણુના રૂપમાં મહેન્દ્ર સિંહ ધોની અલગ-અલગ ચીજો હાથમાં લઇને ઉભા છે. કોર્ટે આ મુદ્દે તાત્કાલિક સંજ્ઞાન લેતાં સુનાવણીની તારીખ 12 મે નક્કી કરી છે. આ દિવસે મહેન્દ્ર સિંહ ધોનીનું નિવેદન પણ રેકોર્ડ કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે હાલમાં મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલમાં વ્યસ્ત છે. જો કોર્ટ તેમને બોલાવે છે તો નિશ્વિત રૂપથી તેમને આઇપીએલ મેચ છોડીને જવું પડશે. એવા સમયે ચેન્નઇ સુપર કિંગ્સ ડગમગી શકે છે. જો કે એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ ફોટો કોમ્યુટરના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે કે પછી મહેન્દ્ર સિંહ ધોનીએ ખરેખર વિષ્ણુનો અવતાર ધારણ કર્યો છે.

English summary
A case has been registered in a local court against Indian captain MS Dhoni for allegedly "denigrating" a Hindu god and "hurting" the religious sentiments of the Hindus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X