ચેન્નાઇ ટેસ્ટ: અશ્વિને ઝડપી શાનદાર 6 વિકેટ, ઓસી. 316/7

ashvin
ચેન્નાઇ, 22 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયાની સામે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટના પહેલો દિવસ ભારતીય બોલર આ. અશ્વિનનો રહ્યો રહ્યો એવું કહી શકાય. ઓસ્ટ્રેલિયાની શરૂઆતી પારીમાં ભારતીય બોલર આર. અશ્વિને આક્રમક બોલિંગ કરી અડધી ટીમને પેવેલિયનભેગી કરી દીધી હતી. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 7 વિકેટ ગુમાવી 316 રન બનાવી લીધા છે.

નોંધનીય છે કે આજે ટીમ ઇન્ડિયાને પાંચેય સફળતાઓ અશ્વિને અપાવી. પહેલા તેમણે ઇડી કોવાન (29)ને ધોનીના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. બાદમાં હ્યુગ્સ 6ને બોલ્ડ કર્યો. લંચ બાદ તેમણે શેન વોટસન (28)ને એલબીડબ્લ્યુ આઉટ કરી દીધો. વોટસનના આઉટ થતા જ પીચ પર જામી પડેલા બેટ્સમેન ડેવિડ વોર્નર (59) પણ અશ્વિનના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થઇ ગયા. વિકેટકિપર મેથ્યુ વાડે (12) અશ્વિનનો પાંચમો શિકાર બન્યો.

ત્યારબાદની રમતમાં અશ્વિને 68 રન પર રમી રહેલા હેનરિક્સને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. તેમજ એક વિકેટ રવિન્દ્ર જાડેજાએ ઝડપી હતી. આમ ભારત તરફથી અશ્વિને શાનદાર 6 વિકેટ પોતાના નામે કરી હતી. માઇકલ ક્લાર્કે શાનદાર 103 રન બનાવી અણનમ રહ્યો હતો.

આ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શુક્રવારથી ભારતની સાથે શરૂ થયેલી ચાર મેચોની શ્રેણીન પ્રથમ મુકાબલામાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી મોએસિસ હેનરિક્સ અને ભારતના બોલર ભુવનેશ્વર કુમાર આ મેચની સાથે પોતાના ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી છે, જ્યારે ભારતના સ્ટાર સ્પિનર હરભજનસિંહ પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યા છે. હરભજન 100 અથવા તેથી વધુ ટેસ્ટ રમનાર 10માં ભારતીય છે.

દક્ષિણ એશિયામાં ક્રિકેટ માટેનું પ્રમુખ ગઢ માનવામાં આવનાર ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે છેલ્લા 28 વર્ષમાં આ મેદાન પર માત્ર એક ટેસ્ટ મેચ (1999, પાકિસ્તાન સામે) ગુમાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X