Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોહાલી ટેસ્ટઃ પૂજારા ફિટ, શિખર લેશે સેહવાગનું સ્થાન

pujara
મોહાલી, 13 માર્ચઃ ઇજાના કારણે ચેતેશ્વર પૂજારા મોહાલી ખાતેની ટેસ્ટ રમશે કે કેમ તે અંગે ઉદ્દભવેલા પ્રશ્ન પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. શિખર ધવને પૃષ્ટિ કરી છે કે, ટીમ ઇન્ડિયાનો આ મધ્યમવર્ગીય બેટ્સમેન ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં રમશે.

14 માર્ચે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ માટે તૈયાર ધવને પત્રકારોને જણાવ્યું કે પૂજારા ફિટ છે અને તે રમવા માટે તૈયાર છે. શરૂઆતમાં પૂજારા રમશે કે નહીં તે અંગે કંઇ પણ કહેતા ધવન અચકાતો હતો.

ઘવને કહ્યું હતું કે, આ માટે તમારે ફિજિયોને પૂછવું પડશે. હૈદરાબાદમાં બીજી ટેસ્ટમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂજારાને ગઇ કાલે નેટ પર બેટિંગ અભ્યાસ દરમિયાન સ્થાનિક ઝડપી બોલરની બોલથી ઘુટણમાં ઇજા પહોંચી હતી. ગત મેચમાં બેવડી ફટકારનાર પૂજારાના ચેહરા પર ત્યાર બાદ ઘણું દર્દ જોવા મળ્યું હતું અને તેણે અભ્યાસ અધવચ્ચેથી જ છોડી દીધો હતો. પૂજારા ત્યારબાદ ઘુટણ પર પટ્ટી બાંધેલો જોવા મળ્યો હતો અને તેણે ટ્રેનિગ સત્રમાં ભાગ લીધો નહોતો.

પૂજારાએ જો કે આજે સવારે નેટ પર થોડા સમય માટે બેટિંગ કરીઅ અને ફિલ્ડિંગ કોચ ટ્રેવર પૈની સાથે કોચિંગ અભ્યાસ સત્રમાં ભાગ લીધો, જેના કારણે તેના રમવાને લઇને ચાલી રહેલી અટકળો પર વિરામ મુકાઇ ગયો હતો, બાદમાં ધવને પણ તેના રમવા અંગેની પૃષ્ટિ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X