ભારતીય ક્રિકેટર બાખડ્યા મેદાનમાં, રૈનાએ પકડ્યું જાડેજાનું ગળું!
નવી દિલ્હી, 6 જુલાઇ : ટીમ ઇન્ડિયાએ એકવાર ફરી પોતાના રંગમાં આવીને વેસ્ટઇન્ડિઝને 102 રને માત આપી ટ્રાઇ સીરિઝમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણીના રંગમાં ભંગ ત્યારે પડ્યો જ્યારે સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાની વચ્ચે મેદાનમાં જ બોલાચાલી થઇ ગઇ.
32મી ઓવરમાં રવિન્દ્રસિંહ જાડેજાની ઓવરમાં સુરેશ રૈનાએ સુનીલ નરેનનો કેચ છોડ્યો હતો. જેના કારણે જાડેજા નાખુશ દેખાયો. જેના પગલે જાડેજાએ રૈનાને કંઇક કહ્યું પણ ખરા ત્યારબાદ બંનેમાં જોરદાર બોલાચાલી શરૂ થઇ ગઇ.

આ આખી ઘટના બાદ રવિન્દ્ર સિંહ જાડેજા ખૂબ જ નારાજ દેખાયા. અહીં સુધી કે છેલ્લા બે બોલ પર બે વિકેટ લેવા છતાં તે વધારે ખુશ દેખાયા નહીં. જોકે બાદમાં બંને ખેલાડીઓ એક વાતચીત કરતા પેવેલિયન ગયા હતા.












Click it and Unblock the Notifications
