For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બરમાં ખેલાશે ચેમ્પિયન્સ લીગ ટી20નો જંગ, જાણો કાર્યક્રમ

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 25 જુલાઇઃ આઇપીએલ 7 ચેમ્પિયન્સ કોલકતા નાઇટ રાઇડર્સનો સામનો 2011 આઇપીએલ વિજેતા, 2010 ચેમ્પિયન્સ લીગ ટી20 ચેમ્પિયન અને આઇપીએલ વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે થશે. આ મેચ 17 સપ્ટેમ્બર 2014ના રોજ હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી છે. જ્યારે ક્વોલિફાયર મેચની શરૂઆત 13 સપ્ટેમ્બરથી રાયપુર ખાતે થશે.

ચેમ્પિયન્સ લીગ ટી20ની છઠ્ઠી શ્રેણી ભારતમાં 13 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2014 દરમિયાન થનારી છે. આ ટૂર્નામેન્ટમાં પણ આગઉની ત્રણ શ્રેણીમાં જે ફોર્મેટ હતું તે જોવા મળશે. જેમાં ગ્રુમ સ્ટેજને ક્વોલિફાયર અનુસાર ગોઠવવામાં આવ્યા છે અને આ શ્રેણીમાં 29 મેચ રમાનારી છે. હૈદરાબાદમાં સેમિફાઇનલ રમાનારી છે જ્યારે 4 ઓક્ટોબરે ફાઇનલ મેચ બેંગ્લોર ખાતે રમાશે. ગ્રુપ સ્ટેજની મેચો 17 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે રમાશે. જેમાં 10 ટીમોને સ્થાન આપવામાં આવશે.

આ પણ વાંચોઃ- પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી
આ પણ વાંચોઃ- વિશ્વના ટોપ 10 મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી, ધોની પાંચમાં ક્રમે
આ પણ વાંચોઃ- ..તો શું આ ધોનીની લોર્ડ્સમાં છેલ્લી ટેસ્ટ હતી?

ગ્રુપ એમા ભારતની બે ટીમો છે, જેમાં કોલકતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ છે. જ્યારે ગ્રુપ બીમાં કિંગ્સ ઇલેવન પંજાબ છે. બન્ને ગ્રુપમાં એક એક ક્વાલિફાયર ટીમને સ્થાન આપવામાં આવશે. દરેક ગ્રુપની દરેક ટીમે ચાર અન્ય ટીમો સામે મેચ રમવાની રહેશે અને જે તે ગ્રુપની બે ટીમોને સેમી ફાઇનલમાં સ્થાન આપવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કઇ કઇ ટીમો છે, ક્વાલિફાયર માટે કેટલી ટીમો વચ્ચે સ્પર્ધા છે અને આ પહેલા રમાયેલી શ્રેણીમાં કોણ વિજેતા રહ્યું હતું.

ગ્રુપ એની ટીમો

ગ્રુપ એની ટીમો

કોલકતા નાઇટ રાઇડર્સ
ડોલફિન
પાર્થ સ્કોર્ચર્સ
ચેન્નાઇ સુપર કિંગ્સ
ક્વોલિફાયર થયેલી ટીમ

ગ્રુપ બીની ટીમો

ગ્રુપ બીની ટીમો

કિંગ્સ ઇલેવન પંજાબ
કેપ કોબરાઝ
હોબાર્ટ હ્યુરિકેન્સ
વેસ્ટ ઇન્ડિઝની ચેમ્પિયન્સ ટીમ
ક્વોલિફાયર થયેલી ટીમ

ક્વાલિફાયર થવા માટે આ ટીમો વચ્ચે જામશે જંગ

ક્વાલિફાયર થવા માટે આ ટીમો વચ્ચે જામશે જંગ

Q1 - લાહોર લાયન્સ(પાકિસ્તાન)
Q2 - મુંબઇ ઇન્ડિયન્સ(ભારત)
Q3 - નોર્થર્ન નાઇટ્સ(ન્યુઝીલેન્ડ)
Q4 - સાઉથર્ન એક્સપ્રેસ(શ્રીલંકા)
Q1/Q3માંથી જે વિજેતા થશે તેને ગ્રુપ એમાં સ્થાન આપવામાં આવશે.
Q2/Q4માંથી વિજેતા થનારી ટીમને ગ્રુપ બીમાં સ્થાન આપવામાં આવશે.

આ પહેલાની શ્રેણીઓમાં કોણ કોણ હતું વિજેતા

આ પહેલાની શ્રેણીઓમાં કોણ કોણ હતું વિજેતા

2009 - એનએસડબલ્યુ બ્લૂ(ઓસ્ટ્રેલિયા
2010 - ચેન્નાઇ સુપર કિંગ્સ(ભારત)
2011 - મુંબઇ ઇન્ડિયન્સ (ભારત)
2012 - સિડની સિક્સર્સ(ઓસ્ટ્રેલિયા)
2013 - મુંબઇ ઇન્ડિયન્સ(ભારત)

English summary
IPL 7 champions Kolkata Knight Riders will face Chennai Super Kings, winners of the IPL in 2011 and IPL and CLT20 champions in 2010, in the inaugural Group match of the Champions League Twenty20 2014, at the Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad, on 17 September 2014. However, qualifiers begi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X