વિશ્વના ટોપ 10 મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી, ધોની પાંચમાં ક્રમે
લોર્ડ્સમાં ભારતને જીત અપાવનારા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ફૂટબોલના સૌથી મોટા ખેલાડી લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધા છે. ફોર્બ્સ પત્રિકાએ તેમને વિશ્વના સૌથી વેલ્યુએબલ ખેલાડીઓની યાદીમાં સામેલ કર્યા છે. ટેનિસ સ્ટાર રોજર ફેડરર અને ગોલ્ફર ટાઇગર વૂડ્સ આ યાદીમાં પહેલા નંબર પર છે.
કોઇપણ ખેલાડી વેલ્યુએબલ હોવાનો અર્થ તેની કમાણી સાથે જોડાયેલો હોય છે. એટલે કે આખા વર્ષ દરમિયાન ફી, એન્ડોર્સમેન્ટ વિગેરેમાંથી કેટલી કમાણી થાય છે, તેના આધારે તેમનું મુલ્ય ખબર પડે છે. ફોર્બ્સ પત્રિકા અનુસાર 2013માં ફેડરર અને ટાઇગર વૂડ્સ બન્નેએ 4 કરોડ 60 લાખ ડોલરની કમાણી કરી હતી. તે પહેલા નંબર પર છે, ધોનીએ 2 કરોડ 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી, તે પાંચમા ક્રમે છે. ધોની પહેલા મારિયા શારાપોવા ચોથા ક્રમે આવે છે. તેની કમાણી 2 કરોડ 30 લાખ ડોલર હતી.
આ પણ વાંચોઃ- પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી
આ પણ વાંચોઃ- ટીકાકારો અને મજાક ઉડાડનારાઓને ઇશાંતનો જડબાતોડ જવાબ
વર્ષ દરમિયાન ધૂમ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં લીબ્રૉન જેમ્સ બીજા ક્રમે આવે છે, તે એક બાસ્કેટબોલ ખેલાડી છે અને તેમણે 2 કરોડ 70 લાખ ડોલરની કમાણી કરી હતી. ત્રીજા નંબર પર ફિલ મિકેલસન આવે છે, જેમણે અઢી કરોડ ડોલરની કમાણી કરી હતી. નવમાં નંબર રોનાલ્ડો અને દસમાં ક્રમે મેસી આવે છે, જેમણે એક કરોડ 30 લાખ ડોલરની કમાણી કરી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ ફોર્બ્સની યાદીમાં કયા 10 ટેન ખેલાડીઓ વેલ્યુએબલ છે.
આ પણ વાંચોઃ- શારાપોવાની કોમેન્ટ પર સચિને આપ્યો આવો જવાબ
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ

રોજર ફેડરર- ટાઇગર વૂડ્સ
રોજર ફેડરર(ટેનિસ), ટાઇગર વૂડ્સ(ગોલ્ફ)
તેમની વાર્ષિક કમાણીઃ- 46 મિલિયન ડોલર્સ

લેબ્રોન જેમ્સ
ખેલઃ- બાસ્કેટબોલ
વાર્ષિક કમાણીઃ- 27 મિલિયન ડોલર્સ

ફિલ મિકેલસન
ખેલઃ- ગોલ્ફ
વાર્ષિક કમાણીઃ- 25 મિલિયન ડોલર્સ

મારિયા શારાપોવા
ખેલઃ- ટેનિસ
વાર્ષિક કમાણીઃ- 23 મિલિયન ડોલર્સ

મહેન્દ્ર સિંહ ધોની
ખેલઃ- ક્રિકેટ
વાર્ષિક કમાણીઃ- 21 મિલિયન ડોલર્સ

હુસૈન બોલ્ટ
ખેલઃ- દોડવીર
વાર્ષિક કમાણીઃ- 20 મિલિયન ડોલર્સ

કોબે બ્રાયન્ટ
ખેલઃ- બાસ્કેટબોલ
વાર્ષિક કમાણીઃ- 19 મિલિયન ડોલર્સ

લિ ના
ખેલઃ- ટેનિસ
વાર્ષિક કમાણીઃ- 15 મિલિયન ડોલર્સ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
ખેલઃ- ફૂટબોલ
વાર્ષિક કમાણીઃ- 13 મિલિયન ડોલર્સ

લિયોનલ મેસી
ખેલઃ- ફૂટબોલ
વાર્ષિક કમાણીઃ- 13 મિલિયન ડોલર્સ












Click it and Unblock the Notifications
