સ્પોર્ટ્સના મહાકુંભ ઓલિમ્પિકનો સંપૂર્ણ ઇતિહાસ, જાણો મેડલ જીતનાર પહેલી મહિલા કોણ હતી
ઓલિમ્પિકની શરૂઆત ઠીક 125 વર્ષ પહેલાં 1896માં એથન્સમાં થઈ હતી. ઓલિમ્પિક 2020 સંસ્કરણ ટોક્યોમાં રમાઈ રહ્યું છે, જે પહેલા જેવું નથી રહ્યું. ચતુર્ભુજ ઘટનાની રૂપરેખા અને પહોંચે આધુનિક દુનિયા માટે યોગ્યતા બદલી કાઢી છે. પરંતુ ઓલિમ્પિકનું નવું સંસ્કરણ એવા સમયે આયોજિત કરાયું છે. આ વખતે કુલ 206 દેશના 11 હજારથી પણ વધુ એથલેટ્સે ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. ત્યારે રોમાંચ મજેદાર જામ્યો છે પરંતુ શું તમને ખબર છે કે આગલા તમામ ઓલિમ્પિક ક્યાં યોજાયા હતા? કેટલા દેશોએ ભાગ લીધો હતો? ઓલિમ્પિક ગેમ્સમાં સૌથી વધુ મજબૂત પકડ કયા દેશની છે? ઓલિમ્પિકમાં મહિલાઓની એન્ટ્રી ક્યારથી થઈ? વગેરે સવાલોના જવાબ જાણવા માટે તમારા માટે રજૂ કરીએ છીએ ઓલિમ્પિકનો સંપૂર્ણ ઇતિહાસ.
ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત કરનાર મહાનુભાવનું નામ બેરોન પિયર ડી કુબર્ટિન ( Baron Pierre de Coubertin)
ઓલિમ્પિકના પહેલા સંસ્કરણનું આયોજન 6 એપ્રિલથી 15 એપ્રિલ 1896 દરમિયાન ગ્રીસમાં થયું. આ ગેમ્સમાં 14 દેશના 241 ખેલાડીઓએ ભાગ લીધો અને તેને સત્તાવાર રીતે ઓલિમ્પિકની પહેલી સિરીઝ માનવામાં આવે છે. આ દરમિયાન ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર મોટાભાગના ખેલાડીઓ યૂરોપિયન દેશોમાંથી આવતા હતા અને યુએસ એકમાત્ર દેશ હતો જે યૂરોપથી અલગ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો હતો.
1990માં ઓલિમ્પિકના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેની મેજબાની ફ્રાંસની રાજધાની પેરિસે 14 મેથી 28 ઓક્ટોબર દરમિયાન કરી. ગેમ્સના આ મહાકુંભમાં 19 કાર્યક્રમમાં 997 ખેલાડીઓએ ભાગ લીધો. મહિલાઓએ પણ ભાગ લીધો હોય તેવો આ પહેલો ઓલિમ્પિક હતો. આ ગેમ્સમાં નાવિકા હેલેન ડે પૉરરટેલ્સ પહેલી મહિલા ઓલિમ્પિક ચેમ્પિયન બની હતી.
1904માં રમાયેલ ઓલિમ્પિકની 3જી સિરીઝનું આયોજન મિસૌરીના સેંટ લુઈસ શહેરમાં થયું હતું, અમેરિકાએ જેની મેજબાની 29 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન કર્યું હતું. આ પહેલો અવસર હતો જ્યારે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન યુરોપથી બહાર થયું હતું અને એક્સટેંડેડ સ્પોર્ટ્સ પ્રોગ્રામ અંતર્ગત વૉશિંગ્ટન યૂનિવર્સિટીના કેમ્સમાં ખેલ કાર્યક્રમોનું આયોજન 1 જુલાઈથી 23 નવેમ્બર દરમિયાન કરાયું હતું.
ઓલિમ્પિકની ચોથી સિરીઝનું આયોજન 27 એપ્રિલથી 21 ઓક્ટોબર દરમિયાન લંડનમાં કરાયું હતું. 187 દેશ સુધી ચાલેલ આ ઓલિમ્પિક ગેમ્સ ઈતિહાસમાં હાલના સમય સુધીનો સૌથી લાંબો ચાલેલ ઓલિમ્પિક રહ્યો. આ ગેમ્સનું આયોજન શરૂઆતમાં ઈટલીના રોમમાં થવાનું હતું પરંતુ આર્થિક સમસ્યાને પગલે તેને લંડન શિફ્ટ કરી દેવાયો.
ઓલિમ્પિક ગેમ્સની 5મી સિરીઝનું આયોજન સ્વીડનના સ્ટૉકહોમમાં 5 મેથી 22 જુલાઈ દરમિયાન થયું હતું. આ ગેમ્સમાં 28 દેશના 2408 ખેલાડીઓએ 102 કાર્યક્રમમાં ભાગ લીધો જેમાં 48 મહિલાઓ પણ સામેલ હતી. આ ગેમ્સમાં જાપાન એશિયાઈ મહાદ્વીપથી ઓલિમ્પિકમાં ભાગ લેનાર પહેલો દેશ બન્યો.
ટેક્નિકલ રીતે ઓલિમ્પિકની 7મી સિરીઝ જ 1920માં કરાવાઈ હતી જે 1912માં લંડનમાં આયોજિત થનાર હતી પરંતુ પહેલા વિશ્વયુદ્ધને પગલે 1912નો ઓલિમ્પિક રદ કરવો પડ્યો હતો અને 1920માં ઓલિમ્પિકનું ફરી આયોજન કરાયું હતું. 1920માં રમાયેલ આ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 14 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર દરમિયાન કરાવાયું હતું જેમાં અમેરિકાએ સૌથી વધુ ગોલ્ડ અને સૌથી વધુ પદક હાંસલ કર્યા હતા.
1924માં રમાયેલ ઓલિમ્પિકની 8મી સિરીઝનું આયોજન 5 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ફ્રાંસની રાજધાની પેરિસમાં થયું. ઓલિમ્પિક ગેમ્સની મેજબાની કરવાનો ફ્રાન્સને આ બીજો મોકો મળ્યો હતો. આ ગેમ્સમાં અમેરિકી ટીમે ફરી એકવાર સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા અને મેજદાન દેશના 401 ખેલાડીઓ સામેલ થયા હોવા છતાં અમેરિકાના માત્ર 229 ખેલાડી જ ભાગ લેવા પહોંચ્યા હતા.
વર્ષ 1998માં ઓલિમ્પિક ગેમ્સની 9મી સિરીઝનું આયોજન 28 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડની રાજધાનીમાં આયોજિત કરાવવામાં આવ્યું. આ ગેમ્સમાં ફરી એકવાર અમેરિકી ટીમે બાજી મારી અને સૌથી વધુ ગોલ્ડ મેડલ અને સૌથી વધુ કુલ મેડલ પોતાના નામે કર્યા. જ્યારે ભારતની વાત કરીએ તો તેણે પહેલીવાર બ્રિટેન ઉપનિવેશક તરીકે ફીલ્ડ હૉકીમાં પોતાનો ગોલ્ડ જીત્યો અને આગલા 6 ઓલિમ્પિક દરમિયાન સતત હોકીમાં ગોલ્ડ મેળવ્યો.
1932માં ઓલિમ્પિક ગેમ્સની 10 સિરીઝનું આયોજન 30 જુલાઈથી 14 ઓગસ્ટે દરમિયાન અમેરિકાના લોસ એન્જલસમાં કરાવવામાં આવ્યું. આ દરમિયાન ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરતાં પહેલીવાર ઓલિમ્પિક વિલેજ બનાવવામાં આવ્યું જે આગળના સમયમાં ખુબ મશહૂર થયું. આ દરમિયાન ઓલિમ્પિકને કેટલીય ચીજો પહેલીવાર મળી, જેમાં ઓલિમ્પિક માસ્કટ અને જીત બાદ પોડિયમની પ્રથાની શરૂઆત થઈ.
1936માં રમાયેલ ઓલિમ્પિકના 11મા સંસ્કરણનું આયોજન 1 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન જર્મનીની રાજધાની બર્લિનમાં થયું હતું. આ દરમિયાન 49 દેશોએ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો જેમાંથી 5 દેશ પહેલીવાર ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરી રહ્યા હતા. પદક ટેબલમાં મેજબાન દેશ જર્મનીએ 89 મેડલ સાથે ટૉપ કર્યું હતું જ્યારે 56 મેડલ સાથે અમેરિકા બીજા ક્રમાંકે રહ્યું હતું.
1948માં રમાયેલ ઓલિમ્પિકના 14મા સંસ્કરણનું આયોજન લંડનમાં થયું હતું. પહેલીવાર બન્યું હતું જ્યારે બીજાં વિશ્વ યુદ્ધ બાદ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઈ રહ્યું હતું. અગાઉના બે સંસ્કરણ વિશ્વ યુદ્ધને પગલે રમાયા નહોતાં. 19 જુલાઈથી 14 ઓગસ્ટ વચ્ચે રમાયેલ આ ઓલિમ્પિકમાં 136 પદક માટે 23 ગેમ્સમાં પ્રતિસ્પર્ધા કરાવવામાં આવી હતી. આ ગેમ્સને ઑસ્ટેરિટી ગેમ્સના નામે પણ ઓળખવામાં આવે છે કેમ કે બે વિશ્વ યુદ્ધ બાદ દુનિયા જેવી રીતે આર્થિક સમસ્યાથી મુંજાઈ રહી હતી તેને જોતાં આ ગેમ્સનું આયોજન કરવું અઘરું હતું.
1952માં રમાયેલ ઓલિમ્પિકના 15મા સંસ્કરણનું આયોજન 19 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં કરાયું. ઓલિમ્પિક ગેમ્સના આ સંસ્કરણમાં સૌથી વધુ વિશ્વરેકોર્ડ તૂટ્યા જે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી લાંબા સમય (2008 બેઈજિંગ) સુધી ટક્યા રહ્યા. આ ગેમ્સમાં 69 દેશના 4925 ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં યૂએસે 76 પદક સાથે ટૉપ કર્યું જ્યારે સોવિયત યૂનિયન બીજા સ્થાને રહ્યું.
1956માં રમાયેલ ઓલિમ્પિકનું 16મું સંસ્કરણ 22 નવેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે મેલબર્નમાં આયોજિત કરાયું હતું. આ દરમિયાન તમામ કાર્યક્રમોનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં જ કરાયું હતું, સિવાય કે ઘોડસવારી, જેનું આયોજન સ્ટૉકહૉલ્મમાં કરાયું હતું. આ પહેલો અવસર હતો જ્યારે ઓલલિમ્પિક ગેમ્સનું આયોજન દક્ષિણી ગોળાર્ધ અને ઓસિનિયામાં કરાયું. સોવિયત યૂનિયને આ ગેમ્સમાં અમેરિકાને પછાડી પહેલું સ્થાન હાંસલ કર્યું હતું જ્યારે મેજબાન ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાન પર રહ્યું.
1960માં રમાયેલ ઓલિમ્પિકનું 17મું સંસ્કરણ 25 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર વચ્ચે ઈટલીની રાજધાની રોમમાં રમાયો હતો. આ ઓલંપિક સંપૂર્ણપણે સોવિયન યૂનિયનના નામે રહ્યો જેણે 103 મેડલ જીતી ટૉપ કર્યું જ્યારે યૂએસ બીજા સ્થાને રહ્યું અને મેજબાન ઈટલી ત્રીજા સ્થાને રહ્યું હતું.
1964માં રમાયેલ ઓલિમ્પિકનું 18મું સંસ્કરણ જાપાનની રાજધાની ટોક્યોમાં 10થી 24 ઓક્ટોબર વચ્ચે રમાયો હતો. આ પહેલો અવસર હતો જ્યારે ઑલિમ્પિક ગેમ્સનું આયોજન એશિયામાં થઈ રહ્યું હતું. આ ગેમ્સમાં સાઉથ આફ્રીકાને પોતાના દેશમાં રંગભેદની નીતિને કારણે અપાર્થાઈડ સિસ્ટમ લાગૂ રાખવાને પગલે પ્રતિબંધિત કરી દીધો હતો. આ ગેમ્સમાં 93 દેશના 515 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 4473 પુરુષો અને 678 સ્ત્રીઓ સામેલ હતી. આ દરમિયાન 19 ગેમ્સની 163 ઈવેંટ્સ નેશનલ સ્ટેડિયમે કરાઈ હતી. યૂએસએએ આ ગેમ્સમાં ટૉપ કર્યું હતું અને 36 ગોલ્ડ, 26 સિલ્વર અને 28 બ્રોન્ઝ સાથે 90 પદક જીત્યા અને ટૉપ પર રહ્યું. મેજબાન દેશ જાપાને 29 પદક જીતી ત્રીજું સ્થાન હાંસલ કર્યું જ્યારે સોવિયત યૂનિયનની ટીમ 96 પદક સાથે બીજા સ્થાને રહી. ભારતે આ ગેમ્સમાં 52 પુરુષ અને એક મહિલા ખેલાડીને મોકલી હતી જેમણે 8 ગેમ્સના 42 કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન ભારતીય હૉકી ટીમને ગોલ્ડ મળ્યો હતો, ભારતે પાકિસ્તાનને હરાવી હોકીમાં ગોલ્ડ મેળવ્યો હતો.
1968નો સમર ગેમ્સ 19મો ઓલિમ્પિક હતો જે મેક્સિકો સિટીમાં આયોજિત કરાયો હતો. આ પહેલી ગેમ હતી જે લેટિન અમેરિકા અને એક સ્પેનિશ ભાષી દેશમાં આયોજિત થઈ. મેક્સિકો સિટી ઓલિમ્પિક 12થી 27 ઓક્ટોબર વચ્ચે આયોજિત કરાયો હતો. ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટ માટે ઑલ વેધર સિંથેટિક ટ્રેકનો ઉપયોગ પહેલીવાર 1968ની ગેમ્સમાં થયો હતો. 112 દેશોના 5516 એથલેટ (4735 પુરુષો અને 781 મહિલાઓ)એ 18 ગેમ્સમાં 172 ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. આ ગેમ્સમાં અમેરિકાએ સૌથી વધુ પદક જીત્યાં હતાં.
1972નો સમર ઓલિમ્પિક 26 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બર વચ્ચે જર્મનીના ન્યૂનિખ શહેરમાં આયોજિત 20મો ઓલલંપિયાડ હતો. ગેમ્સ પર આતંકવાદી હુમલાનો છાંયો હતો જેમાં 11 ઈઝરાયલી એથલેટ અને કોચ અને એક પશ્ચિમ જર્મની પોલીસ વાળાને ઓલિમ્પિક ગામમાં ફિલિસ્તીનીએ મારી નાખ્યા હતા. આ ગેમ્સમાં 7134 એથલેટે ભાગ લીધો હતો જેમાં 6075 પુરુષો અને 1059 મહિલાઓ સામેલ હતી. જેમણે 21 ગેમ્સમાં 195 ઈવેન્ટ્સમાં ભાગ લીધો. સોવિયત સંઘે 99 પદક જીત્યા જ્યારે યૂએસએએ કુલ 94 પદક જીત્યા. ભારતે મ્યૂનિખમાં હૉકીમાં કાંસ્ય પદક જીત્યો.
1976નો સમર ઓલિમ્પિક 17 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી કેનેડાના મૉન્ટ્રિયલમાં યોજાયો હતો. આ 21મો ઓલંપિયાડ હતો જેમાં 92 દેશના 6084 એથલેટ (4824 પુરુષો અને 1260 મહિલાઓ)એ 21 ગેમ્સમાં ભાગ લીધો હતો. સોવિયત સંઘે (125) ફરી એકવાર મૉન્ટ્રિયલમાં 49 ગોલ્ડ, 41 રજત અને 35 કાંસ્ય પદક સાથે મેડલ ટેબલમાં અગ્ર સ્થાન હાંસલ કર્યું. પૂર્વી જર્મનીએ (90) મેડલ જીત્યા હતા જ્યારે અમેરિકાએ 94 મેડલ જીત્યા હતા જેમાં 40 ગોલ્ડ સામેલ હતા. ભારત પદક વિહિન રહ્યું અને 1928 બાદ આ પહેલો મોકો હતો જ્યારે ભારતીય હોકી ટીમે ઑલિમ્પિક મેડલ નહોતો જીત્યો.
1980નો સમર ઓલિમ્પિક સોવિયત સંઘની રાજધાની મોસ્કોમાં આયોજિત કરાયો હતો અને સત્તાવાર રીતે 22મા ઓલંપિયાડ તરીકે ઓળખાય છે. મોસ્કો ઓલિમ્પિકનું આયોજન 19 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે કરાયું હતું. મોસ્કો ગેમ્સમાં 80 દેશના 5179 એથલેટ (4064 પુરુષ અને 1115 મહિલાઓ) સામેલ થઈ હતી. એથલેટ્સે 21 ગેમ્સમાં 203 સ્પર્ધાઓમાં ભાગ લીધો. સોવિયત- અફઘાન યુદ્ધના કારણે સંયુક્ત રાજ્ય અમેરિકા અને 65 અન્ય દેશોએ ગેમ્સને બહિષ્કાર કર્યો. સોવિયત સંઘે તમામ (80 ગોલ્ડ, 69 રજત અને 46 કાંસ્ય) 195 પદક જીત્યા. જે બાદ પૂર્વી જર્મનીએ 126 પદક જીત્યા, જેમાં 47 ગોલ્ડ, 37 રજત અને 42 કાંસ્ય સામેલ હતાં. ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને પોઈન્ટ ટેબલ પર 23મા સ્થાને રહ્યું.
23મો ઓલંપિયાડ઼ 1982માં લૉસ એંજલસમાં આયોજિત કરાયો હતો. મલ્ટી-સ્પોર્ટ ઈવેંટ 28 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી આયોજિત કરાઈ હતી અને તેમાં 140 દેશોએ ભાગ લીધો હતો. 6829 એથલેટ (5263 પુરુષ અને 1566 મહિલાઓ)એ 21 ગેમ્સમાં 29 ડિસિપ્લિન્સમાં 221 ઈવેંટ્સમાં ભાગ લીધો હતો. સોવિયેત સંઘે આ ગેમ્સનો બહિષ્કાર કર્યો હતો જેના પરિણામસ્વરૂપ સંયુક્ત રાજ્ય અમેરિકાએ કુલ 174 મેડલ (83 ગોલ્ડ, 61 રજત અને 30 કાંસ્ય) જીત્યા. રોમાનિયા 20 ગોલ્ડ, 16 રજત અને 17 કાંસ્ય મેડલ સાથે બીજા સ્થાને રહ્યું. ભારતનું ખાતું પણ નહોતું ખુલ્યું.
1988ના સમર ઓલિમ્પિકનું આયોજન દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં આયોજિત કરાયું હતું. આંતરરાષ્ટ્રીય આયોજન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે કરાયું હતું. 159 દેશના કુલ 8391 એથલેટ (6,197 પુરુષો અને 2,194 મહિલાઓ)એ સિયોલ ઓલિમ્પિકમાં 237 ઈવેન્ટ્સમાં ભાગ લીધો. સોવિયત સંઘે ફરી એકવાર 55 ગોલ્ડ મેડલ (કુલ 32 મેડલ) સાથે પદક ટેબલમાં શીર્ષ સ્થાન હાંસલ કર્યું, જ્યારે પૂર્વી જર્મની પોડિયમ પર 37 ગોલ્ડ જીતી (કુલ 102 મેડલ) બીજા સ્થાને રહ્યું. સંયુક્ત રાજ્ય અમેરિકા (94 મેડલ) સબાદ દક્ષિણ કોરિયા 12 ગોલ્ડ, 19 રજત અને 11 કાંસ્ય પદક જીતવાની સાથે ચોથા સ્થાન પર રહ્યું.
1992ના સમર ઓલિમ્પિકનું આયોજન સ્પેનના બર્સિલોનામાં થયું અને સત્તાવાર રૂપે તેને 25મો ઓલંપિયાડ રૂપમાં ઓળખવામાં આવતો હતો. 169 દેશના 9356 એથલેટ (6652 પુરુષો, 2,704 મહિલાઓ)એ 25 ગેમ્સની 257 ઈવેંટ્સમાં ભાગ લીધો. બર્સિલોના ગેમ્સનું આયોજન 25 જુલાઈથી 9 ઓગસ્ટ વચ્ચે કરાયું હતું. રંગભેદના કારણે 32 વર્ષના લાંબા પ્રતિબંધને હટાવ્યા બાદ દક્ષિણ આફ્રીકાને આ ગેમ્સ માટે આમંત્રિત કરાયું હતું. બાલ્ટિક રાજ્યો વિના પહેલાં સોવિયેત ગણરાજ્યો વાળી યૂનિફાઈડ ટીમ 45 સ્વર્ણ સહિત કુલ 112 પદકો સાથે પોઈન્ટ ટેબલમાં શીર્ષ પર રહી. ભારતે 52 એથલેટને બર્સિલોના ગેમ્સમાં મોકલ્યા પરંતુ એકેય મેડલ જીતી ન શક્યા.
1996માં સમર ઓલિમ્પિક અમેરિકાના અટલાંટામાં આયોજિત કરાયો હતો. સત્તાવાર રૂપે 26મા ઓલંપિયાડના રૂપમાં ઓળખાય છે, આ ખેલ 19 જુલાઈ અને 4 ઓગસ્ટ વચ્ચે રમાઈ હતી, આ યૂએસએમાં આયોજિત થનાર ચોથી ઓલિમ્પિક હતી. 10320 એથલેટ (6797 પુરુષો અને 3523 મહિલા) અટલાંટા ઓલિમ્પિકનો ભાગ બની હતી. તેમણે 37 ડિસિપ્લિન્સમાં 26 ગેમ્સમાં 271 ઈવેન્ટમાં ભાગ લીધો. સંયુક્ત રાજ્ય અમેરિકાએ 44 ગોલ્ડ, 32 રજત અને 25 કાંસ્ય સાથે પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન હાંસલ કર્યું. અમેરિકાએ કુલ 101 મેડલ જીત્યા હતા. રશિયાએ 26 ગોલ્ડ મેડલ સાથે બીજું સ્થાન રિઝર્વ કર્યું. ભારત માટે લિએંડર પેસ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ઓલિમ્પિક પદક જીતનાર પહેલા ટેનિસ ખેલાડી બન્યા. અટલાંટામાં ભારત માટે આ એકમાત્ર ઓલિમ્પિક મેડલ હતો.
ઓલિમ્પિક 2000 સિડનીમાં યોજાયો હતો. 27મો ઓલિમ્પિક 15 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર વચ્ચે આયોજિત કરાયો હતો, 1956 બાદ મેલબર્નમાં આ બીજીવાર સમર ઓલિમ્પિક આયોજિત કરાયો હતો. 1966 દેશોની ટીમોએ ભાગ લીધો અને 10651 એથલેટ (6582 પુરુષો અને 4069 મહિલાઓ)એ 28 ગેમ્સમાં ભાગ લીધો. પદક ટેબલમાં સંયુક્ત રાજ્ય અમેરિકા પહેલા સ્થાને રહ્યું. જેણે 37 ગોલ્ડ મેડલ જીત્યા. રશિયાએ 32 ગોલ્ડ, ચીને 28 ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાએ 16 ગોલ્ડ મેડલ જીત્યાં. ભારતની મહિલા ભારાત્તોલક કર્ણમ મલ્લેશ્વરી એકમાત્ર પદક વિજેતા હતી, જ્યારે તેમણે મહિલાઓના 69 કિલોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કુલ 65 ભારતીય એથલેટે ભાગ લીધો હતો.
2004નો સમર ઓલિમ્પિક ગ્રીસની રાજધાની એથેન્સમાં 13થી 29 સપ્ટેમ્બર વચ્ચે યોજાયો હતો. 28મા આ ઓલિમ્પિયાડે 201 દેશોના 10625 એથલેટ (6296 પુરુષો, 4329 મહિલાઓ)ની મેજબાની કરી. કુલ 28 ગેમ્સ સામેલ હતી. સંયુક્ત રાજ્ય અમેરિકા 36 ગોલ્ડ (કુલ 101 મેડલ) સાથે મેડલ ટેબલમાં શીર્ષ પર રહ્યું. જે બાદ ચીન (32 ગોલ્ડ, 63 કુલ) સાથે બીજા સ્થાને રહ્યું. ભારત માટે રાજ્યવર્ધન સિંહ રાઠોડે નિશાનેબાજીમાં રજત પદક જીત્યો હતો. ભારતે 14 ગેમ્સ માટે 73 એથલેટની ટૂકડીને એથેન્સ મોકલી હતી.
2008ના સમર ઓલિમ્પિકનું આયોજન 8થી 24 ઓગસ્ટ દરમિયાન ચીનની રાજધાની બેઇજિંગમાં કરાયું હતું. 204 દેશોના કુલ 10942 રમતવીરોએ 28 રમતો અને 302 ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. આ પહેલીવાર હતું જ્યારે ચીને ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન કરવા માટે કુલ 37 સ્થળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે ઘોડસવારીનો કાર્યક્રમ હોંગકોંગમાં આયોજિત કરાયો હતો. 87 દેશોએ બેઈજિંગ ગેમ્સમાં ઓછામા ઓછું એક પદક જીત્યું કેમ કે ચીન 48 ગોલ્ડ અને કુલ મિલાવી 100 મેડલ સાથે પદક ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યું. સંયુક્ત રાજ્ય અમેરિકા 36 ગોલ્ડ સહિત કુલ 112 મેડલ સાથે બીજા નંબરે રહ્યું. અમેરિકી તરણવીર માઈકલ ફેલ્પ્સે આઠ ગોલ્ડ મેડલ જીત્યા. તેમણે કોઈ એક ઓલિમ્પિકમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો. ભારતે આ દરમિયાન એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતી સફર સમાપ્ત કરી હતી. અભિનવ બિંદ્રાએ 10 મીટર એર રાયફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પહેલવાન સુશીલ કુમાર અને બોક્સર વિજેંદર સિંહે પોતપોતાના વર્ગમાં કાંસ્ય પદક જીત્યો હતો.
2012ના ઓલિમ્પિક ગેમ્સની મેજબાની લંડને કરી હતી અને તેમાં 204 દેશોના 10768 એથ્લેટ (5992 પુરુષો, 4776 મહિલા)એ ભાગ લીધો હતો. આ 30મી ઓલિમ્પિક 27 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. રમતવીરોએ 26 મુખ્ય રમતોની 302 ઇવેન્ટ્સમાં ભાગ લીધો. અમેરિકા 46 ગોલ્ડ મેડલ સહિત 104 પોડિયમ ફિનિશના પદક ટેબલમાં શીર્ષ પર છે, જે બાદ ચીન (38 ગોલ્ડ, 91 સમગ્ર) અને ગ્રેટ બ્રિટન (29 ગોલ્ડ, 17 સિલ્વર, 19 બ્રોન્ઝ; એકંદરે 65) છે. ભારતે 13 રમતોમાં ભાગ લેવા માટે 83 એથ્લેટને લંડન મોકલ્યા હતા. મેડલની સંખ્યાના મામલે આ ઓલિમ્પિકમાં ભારતનું સૌથી પ્રભાવશાળી પ્રદર્શન હતું, જેણે કુલ 6 પદક (2 રજત અને 4 બ્રોન્ઝ) જીત્યા હતા. શૂટર વિજય કુમાર અને પહેલવાન સુશીલ કુમારે રજત પદક જીત્યો જ્યારે શૂટર ગગન નારંગ, પહેલવાન યોગેશ્વર દત્ત, મહિલા રેસલર મેરી કોમ અને મહિલા શટલર સાઈના નહેવાલે કાંસ્ય પદક જીત્યો હતો.
2014નો સમર ઓલિમ્પિક ગ્રીસની રાજધાની એથેન્સમાં 13થી 29 સપ્ટેમ્બર વચ્ચે યોજાયો હતો. 28મા આ ઓલિમ્પિયાડે 201 દેશોના 10625 એથલેટ (6296 પુરુષો, 4329 મહિલાઓ)ની મેજબાની કરી. કુલ 28 ગેમ્સ સામેલ હતી. સંયુક્ત રાજ્ય અમેરિકા 36 ગોલ્ડ (કુલ 101 મેડલ) સાથે મેડલ ટેબલમાં શીર્ષ પર રહ્યું. જે બાદ ચીન (32 ગોલ્ડ, 63 કુલ) સાથે બીજા સ્થાને રહ્યું. ભારત માટે રાજ્યવર્ધન સિંહ રાઠોડે નિશાનેબાજીમાં રજત પદક જીત્યો હતો. ભારતે 14 ગેમ્સ માટે 73 એથલેટની ટૂકડીને એથેન્સ મોકલી હતી.
2016ના ઓલિમ્પિકનું આયોજન 5 ઓગસ્ટથી 21 ઓગસ્ટના રોજ બ્રાઝીલના રિયો ડી જનેરિયોમાં થયું હતું. 31મા ઓલિમ્પિકમાં 207 દેશોના 11,238 રમતવીરોએ ભાગ લીધો હતો. તેમાં 42 રમતો, 37 સ્થળો અને 306 થી વધુ ઇવેન્ટ્સ શામેલ હતી. યુનાઇટેડ સ્ટેટ્સે 46 ગોલ્ડ, 37 સિલ્વર અને 38 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને 121 મેડલ સાથે ટોચ પર રહ્યું. ગ્રેટ બ્રિટન (27 ગોલ્ડ), ચીન (26 ગોલ્ડ), રશિયા (19) અને જર્મની (17) અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. ભારતે રિયોને 117 ખેલાડીઓ, 63 પુરુષો અને 54 મહિલાઓની મજબૂત ઓલિમ્પિક ટુકડી મોકલી હતી, પરંતુ ભારતે એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો હતો. સ્ત્રી શટલર પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે મહિલા રેસલર સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો .
ટોક્યો ઓલિમ્પિક 2020 જુલાઈની 23 તારીખે શરૂ થઈ 8 ઓગસ્ટ 2021 સુધી યોજાઈ રહ્યો છે. વિશ્વભરમાં ઘેરાયેલા જીવલેણ COVID-19 રોગચાળાને લીધે એક વર્ષ મુલતવી રાખવામાં આવ્યા પછી 32મી ઓલિમ્પિક ગેમ્સ જાપાનની રાજધાનીમાં બીજી વખત યોજવામાં આવી રહી છે. 206 રાષ્ટ્રોના કુલ 11238 રમતવીરો ટોક્યો ગેમ્સમાં વિવિધ 339 ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. ટોક્યોમાં ભારત તેની સૌથી મોટી 126 રમતવીરોની ટુકડી મોકલી છે.