2015માં ભારત- પાકિસ્તાન વચ્ચે જામશે ‘જંગ’

કરાચી, 9 જુલાઇઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીએ જણાવ્યું છેકે, 2015થી 2023 દરમિયાન અન્ય દેશો સાથે શ્રેણીઓ યોજવા અંગેની યોજનાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ના નવા ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ(FTP)માં અંતિમ ઓપ આપવામાં આવ્યું છે.

ચીફ ઓપરેટિંગ ઓફિસર સુભાન એહમદે જણાવ્યું છેકે, આ નવું એફટીપી પાકિસ્તાન ક્રિકેટ માટે ઘણું જ ફાયદાકારક છે, કારણ કે, અમે ભારતીય બોર્ડ સાથે આ યોજના હેઠળ શ્રેણી યોજવાને લઇને લેખિતમાં વચનબદ્ધ કરવામાં સફળ રહ્યાં છીએ. આ સમય અવધિ દરમિયાન તેઓ અમારી સાથે છ શ્રેણી રમશે.

india-pakistan-cricket
તેમણે કહ્યું કે ભૂતકાળમાં ભારતે સાથે શ્રેણી ગોઠવવાને લઇને અનેકવાર ચર્ચા કરવામાં આવી પરંતુ એકપણ યોજના ઓન પેપર થઇ શકી નહીં. આ વખતે બધુ ઓન પેપર કરવામાં આવ્યું છે અને ભારતીયોએ આ છ શ્રેણીને પોતાના એફટીપીમાં પણ મુકી છે અને એ પણ કાર્યક્રમ સાથે. જો સરકાર તરફથી કોઇ અવરોધ ઉભો કરવામાં નહીં આવે તો પહેલી શ્રેણી યુએઇમાં ડિસેમ્બર 2015માં રમાશે.

તેમણે કહ્યું કે નવા એફટીપી અનુસાર ભારતે પાકિસ્તાન સામેની મેચોને લઇને તારીખો જણાવી દીધી છે. તેમણે અમારી સાથે રમવાને લઇને કટિબદ્ધતા દર્શાવી છે અને અમે ચાર શ્રેણીનું આયોજન કરીશું, જે અમારી નાણાકિય સ્થિતિને વેગ આપશે.

નોંધનીય છેકે, ભારત પાકિસ્તાન સામે છેલ્લે 2007માં શ્રેણી રમ્યું હતું, કારણ કે 2008માં મુંબઇમાં થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે શ્રેણી રમવાનું બંધ કરી દીધું હતું. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન અંદાજે 78 ટેસ્ટ મેચો નવા એફટીપી અનુસાર રમશે. આ યાદીમાં હજુ વનડે અને ટી-20 મેચોને ગણવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X