IPLના એ 5 ખેલાડીઓ જે માત્ર એક જ સિઝનના સ્ટાર બનીને રહ્યા
આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. ભારતમાં આઈપીએલની શરૂઆત બાદ ક્રિકેટનો નજારો જ બદલાઈ ગયો. આઈપીએલ એવી લીગ સાબિત થઈ જેના કારણે યુવા ખેલાડીઓને વિશ્વ સ્તરના ખેલાડીઓ સાથે રમવાની તક મળી. બીસીસીઆઈએ લગભગ એક દાયકા પહેલા આઈપીએલની શરૂઆત કરી હતી, તેનો ઉદ્દેશ્ય નવી પ્રતિભાઓને તક આપવાનો હતો. આઈપીએલે યુવા ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપ્યું છે, જેના કારણે ઘણા ખેલાડીઓને ભારતની ટીમમાં સ્થાન મળ્યુ. કેટલાક ભારતીય ખેલાડીઓએ પોતાના અનુભવથી આઈપીએલમાં સારુ પ્રદર્શન કર્યુ અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમને જીત અપાવી. જો કે આઈપીએલમાં કેટલાક ખેલાડીઓ એવા પણ રહ્યા, જેમણે એક વર્ષે શાનદાર પ્રદર્શન કર્યુ, પરંતુ પછી ફ્લોપ રહ્યા.

સ્વપ્નિલ અસનોદકર, રાજસ્થાન રોયલ્સ
2008માં આઈપીએલની શરૂઆતમાં જ સ્વપ્નિલ રાજસ્થાનનો હિસ્સો હતા. ગોવાના આ ખેલાડીએ ગ્રીમ સ્મિથની સાથે ઓપનિંગમાં ધમાકેદાર પ્રદર્શન કરીને તમામને ચોંકાવી દીધા. 2008ની પહેલી સિઝનમાં સ્વપ્નિલે 418 રન બનાવ્યા હતા, જેમાં તેમની એવરેજ 59.71 હતી. આઈપીએલની પહેલી સિઝનમાં બંને ઓપનર્સે રાજસ્થાનને સારી શરૂઆત અપાવી. તેમણે 9 મેચમાં 34.55ની સરેરાશથી 311 રન બનાવ્યા. જો કે સ્વપ્નિલ અસનોદકર આ ફોર્મ બીજી સિઝનમાં ન જાળવી શક્યા. 2009માં તે સુપરફ્લોપ રહ્યા અને 11 મેચમાં માત્ર 112 જ રન બનાવી શક્યા.

સૌરભ તિવારી, મુંબઈ ઈન્ડિયન્સ (2010)
ઝારખંડના સૌરભ તિવારીએ આઈપીએલ 2010માં મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. સૌરભ તિવારીએ 2010માં 16 મુકાબલામાં 419 રન બનાવ્યા હતા, જેમાં 3 હાફ સેન્ચ્યુરી સામેલ હતી. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 135.5નો હતો. 2011માં સૌરભ તિવારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં હતા, પરંતુ બેંગ્લોર માટે તે રન ન બનાવી શક્યા. 2010 બાદ સૌરભ એક પણ સિઝનમાં સફળ ન થયા.

શ્રીનાથ અરવિંદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2012)
શ્રીનાથ અરવિંદ આઈપીએલની ચોથી સિઝનમાં બેંગ્લોર તરફથી રમ્યા હતા. 2012માં બેંગ્લોર માટે શ્રીનાથ 13 મેચ રમ્યા અને 21 વિકેટ ઝડપ્યા. બેંગ્લોર માટે શ્રીનાથે 2012માં સૌથી વધુ વિકેટ ઝડપી.જો કે શ્રીનાથનું નામ પણ એ લિસ્ટમાં સામેલ છે, જે એક જ સિઝનના સ્ટાર બની રહ્યા. બેંગ્લોરને આ બોલર પાસેથી ખૂબ જ અપેક્ષા હતી, પરંતુ 2013માં તે ફ્લોપ રહ્યા.

કામરાન ખાન, રાજસ્થાન રોયલ્સ (2008)
કામરાન ખાનની બોલિંગ એક્શન લસિથ મલિંગા જેવી હતી, જેના કારણે જ તેને સારી સફળતા મળી. આ ઉપરાંત કામરાન સતત 140 કિલોમીટરથી વધુની સ્પીડે બોલ ફેંકી શક્તા હતા. કામરાનને 2008માં રાજસ્થાન તરફથી 5 મેચ રમવા મળી, જેમાં તેણે 6 વિકેટ ઝઢપી. પહેલી સિઝનમાં તે ખૂબ જ ફેમસ થયા, પરંતુ આગામી સિઝનમાં તેમને સ્થાન ન મળ્યું. કામરાન ટીમ ઈન્ડિયા માટે એક ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂક્યા છે.

પૉલ વલ્થાટી, કિંગ્સ ઈલેવન પંજાબ (2011)
પૉલ વલ્થાટીએ 2011માં કિંગ્સ ઈલેવન પંજાબ માટે ઓપનિંગ કરી. ચેન્નાઈ સામેની એક મેચમાં તેમણે 63 બોલમાં 120 રન બનાવ્યા. પૉલ વલ્થાટીએ આઈપીએલ 2011માં 463 રન બનાવ્યા હતા. પરંતુ આગામી સિઝનમાં તે 6 મેચમાં માત્ર 30 રન બનાવી શક્યા. પોલ માટે 2011ની સિઝન સારી રહી, પરંતુ બાકીના વર્ષે તે ખાસ પ્રદર્શન ન કરી શક્યા.
આ પણ વાંચોઃ IPL 2020: 5 ઓલરાઉન્ડર જેને રિપ્લેસમેન્ટ તરીકે મળી શકે છે તક
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો