For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ 5 ટીમોના નામે છે સૌથી વધુ હાર, જાણો કઈ ટીમ છે સૌથી આગળ

IPL 2020: આ 5 ટીમોના નામે છે સૌથી વધુ હાર, જાણો કઈ ટીમ છે સૌથી આગળ

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ જગતની સૌથી મોટી ટી20 ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે. તમામ ટીમો હાલમાં આ સિઝનની તૈયારીઓ કરી રહી છે. આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. જે બાદ આ ટી20 લીગ જબરજસ્ત સફળ થઈ છે.

આ પાંચ ટીમોના નામે છે સૌથી વધુ હાર

આઈપીએલની પહેલી સિઝનથી જ 8 ટીમો વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળી છે. વચ્ચે 2 વર્ષ ટીમોની સંખ્યા વધી, પરંતુ હાલ તો 8 જ ટીમ રમી રહી છે. અત્યાર સુધી 13 ટીમો વચ્ચે 1505 મેચ રમાઈ ચૂકી છે. ત્યારે અમે તમને આપીશું એવી 5 ટીમોની માહિતી, જે આઈપીએલમાં સૌથી વધુ મેચ હારવાનો રેકોર્ડ ધરાવે છે. ચાલો જોઈએ આ પાંચ ટીમોની ડિટેઈલ્સ.

5. કોલકાતા નાઈટ રાઈડર્સ – 83 હાર

5. કોલકાતા નાઈટ રાઈડર્સ – 83 હાર

આઈપીએલમાં વર્ષ 2012 અને 2014માં ટાઈટલ જીતનારી ટીમ કોલકાતા નાઈટરાઈડર્સનો સમાવેશ આમ તો સફળ ટીમોમાં થાય છે, તેમ છતાંય આ ટીમ માટે શરૂઆતની સિઝન ખરાબ રહી હતી. શરૂઆતના તબક્કામાં કોલકાતા નાઈટરાઈડર્સને સફળતા જ નહોતી મળતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ 12 સિઝનમાં 178 મેચ રમી ચૂકી છે. જેમાંથી 92 મેચમાં જીત મેળવી છે, તો 83 મેચ હારી ચૂકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 83 હાર સાથે સૌથી વધુ મેચ હારનાર ટીમમાં પાંચમાં નંબરે છે.

4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

આઈપીએલના ઈતિહાસમાં શરૂઆતથી જ દિગ્ગજો આ ટીમનો ભાગ રહ્યા છે, એટલે જ બેંગ્લોર પાસેથી લોકોને ખૂબ જ આશા હોય છે. પરંતુ હજી સુધી આ ટીમને સફળતા નથી મળી. બેંગ્લોર કેટલીક વખત તો ફાઈનલ્સમાં પણ પહોંચી જોકે હજી સુધી ટાઈટલ નથી જીતી શકી.

RCBની ટીમ પહેલી સિઝનથી જ લોકોને ગમતી રહી છે. પરંતુ આઈપીએલના ઈતિહાસના આંકડા જોઈએ તો તે 177 મેચ રમી ચૂક્યા છે, જેમાંથી 83માં જીત મળી છે, જ્યારે 92 મેચ હારી ચૂક્યા છે. હારની લિસ્ટમાં તે ચોથા નંબરે છે.

3. કિંગ્સ ઈલેવન પંજાબ – 94 હાર

3. કિંગ્સ ઈલેવન પંજાબ – 94 હાર

કિંગ્સ ઈલેવન પંજાબ પણ એક એવી ટીમ છે, જે હજી સુધી ટાઈટલ નથી જીતી શકી. કિંગ્સ ઈલેવન પંજાબ ટાઈટલ જીતવા ઈચ્છે છે. આ ટીમના પ્રદર્શનની વાત કરીએ તો 2014માં તેઓ ફાઈનલ સુધી પહોંચ્યા, પરંતુ ટ્રોફી ન જીતી શક્યા.

આઈપીએલમાં આ ટીમનું પ્રદર્શન મિશ્ર કહી શકાય. કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલમાં 176 મેચ રમી ચૂકી છે. જેમાંથી તે 80 મેચ જીતી છે, જ્યારે 94માં હાર મળી છે.

2. ડેક્કન ચાર્જર્સ / સનરાઈઝર્સ હૈદરાબાદ

2. ડેક્કન ચાર્જર્સ / સનરાઈઝર્સ હૈદરાબાદ

આઈપીએલમાં હૈદરાબાદની ટીમ બે અલગ અલગ નામ અને માલિકો સાથે રમી છે. શરૂઆતમાં હૈદરાબાદની ફ્રેન્ચાઈઝી ડેક્કન ક્રોનિકલ સાથે 2012 સુધી રહી. બાદમાં સનરાઈઝર્સ ગ્રુપે આ ટીમ ખરીદી.

સનરાઈઝર્સની વાત કરીએ તો 2016માં આ ટીમે ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત ડેક્કન ચાર્જર્સ તરીકે 2009માં પણ તેઓ સિઝનમાં ચેમ્પિયન બન્યા હતા. હૈદરાબાદની ફ્રેન્ચાઈઝી સૌથી વધુ મેચ હારવાના મામલે બીજા નંબરે છે. 95 મેચમાં તેઓ હારનો સામનો કરી ચૂક્યા છે. 183 મેચમાંથી તેઓ 75 મેચ ડેક્કન ચાર્જર્સ તરીકે રમ્યા છે, જેમાંથી 46 જીતી ચૂક્યા છે. તો સનરાઈઝર્સ તરીકે 108 મેચમાંથી 57 જીતી ચૂક્યા છે.

1. દિલ્હી ડેરડેવિલ્સ / દિલ્હી કેપિટલ્સ

1. દિલ્હી ડેરડેવિલ્સ / દિલ્હી કેપિટલ્સ

આઈપીએલની શરૂઆતની કેટલીક સિઝન દિલ્હીની ફ્રેન્ચાઈઝીમાં સ્ટાર્સ હતા. તેમનું પ્રદર્શન પહેલી 3 સિઝનમાં શાનદાર રહ્યું. અને દિલ્હી ડેરડેવિલ્સને સફળતા પણ મળી. પરંતુ 2012થી આ ટીમનું પ્રદર્શન સતત કથળ્યુ છે. અને 2018 સુધીમાં તે ઘણી મેચ હાર્યા છે.

દિલ્હી ડેરડેવિલ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને 2012 બાદ તે ક્યારેય ટોપ 4માં નથી પહોંચ્યા. છેલ્લે 7 વર્ષના લાંબા ઈંતજાર બાદ 2012માં આ ટીમ ટોપ 4માં પહોંચી હતી. આ સિઝનમાં દિલ્હી ડેરવિલ્સનું નામ બદલીને દિલ્હી કેપિટલ્સ રખાયુ હતું. હજી સુધી દિલ્હી 175 મેચ રમી ચૂકી છે, જેમાંથી 76 મેચ જીત્યા છે અને 97 હારી ચૂક્યા છે.

5 બોલર્સ, જે IPL 2020માં જીતી શકે છે પર્પલ કેપ5 બોલર્સ, જે IPL 2020માં જીતી શકે છે પર્પલ કેપ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 5 teams lost most matches in history
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X