For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં જીત બાદ ડિવિલિયર્સે કોહલીના ખાસ અંદાજમાં વખાણ કર્યાં

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં જીત બાદ ડિવિલિયર્સે કોહલીના ખાસ અંદાજમાં વખાણ કર્યાં

|
Google Oneindia Gujarati News

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જેવી રીતે જબરદસ્ત ખેલનું પ્રદર્શન કરતાં ઈંગ્લેન્ડને માત આપી અને ટેસ્ટ સીરિઝને 3-1થી પોતાના નામ કરી તે બાદ ટીમ ઈન્ડિયાના ચારોતરફ વખાણ થઈ રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે પણ આ જીત બાદ કોહલીની કપ્તાનીના ખુબ વખાણ કર્યાં છે. ડિવિલિયર્સે ટ્વીટ કરીને કહ્યું કે વિરાટ કોહલીના નેતૃત્વમાં યુવા ખેલાડીઓને પૂરી આઝાદીથી રમવાનો મોકો મળ્યો અને તેમણે ખેલમાં પૂરી રીતે પોતાનું વર્ચસ્વ બનાવ્યું.

ABD

એબી ડિવિલિયર્સે ટ્વીટ કરી લખ્યું- કોહલીના નેતૃત્વમાં આ ટેસ્ટ મેચમાં યુવા ખેલાડીઓ અક્ષર પટેલ, ઋષભ પંત અને વૉશિંગ્ટન સુંદરને પૂરી આઝાદી સાથે રમવાનો મોકો મળ્યો અને આ ખેલાડીઓએ પૂરી રીતે પોતાનું વર્ચસ્વ દેખાડ્યું. અન્ય ખેલાડીઓને આગળ વધવાનો મોકો આપવા માટે એક ખાસ લીડરની જરૂરત હોય છે. જ્યારે યુવા ખેલાડીઓની વ્યક્તિગત ગેમ સારી ના હોય તો તેમને આગળ વધવાનો મોકો આપવા માટે તમે દરેક પ્રકારની મદદ કરો છો.

ટીમ ઈન્ડિયાની જબરદસ્ત જીત બાદ હરભજન સિંહે પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપી છે. હરભજન સિંહે ટ્વીટ કરી લખ્યું- પહેલી ટેસ્ટ હાર્યા બાદ સીરિઝ 3-1થી જીતવી, ટીમ ઈન્ડિયા માટે જબરદસ્ત પરિણામ છે. ટીમ ઈન્ડિયા અને બીસીસીઆઈ અને સ્ટાફના હરેક સ્ટાફના સભ્યને શુભેચ્છા. આ સીરિઝમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આર અશ્વિન, અક્ષર પટેલ, ઋષભ પંત, રોહિત શર્માને શુભેચ્છા. મોહમ્મદ કૈફે ટ્વીટ કરી લખ્યું કે ટ્વિટના 280 શબ્દ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની જીતના હીરો રોહિત, અક્ષર, અશ્વિન, સુંદરનું વર્ણન ના કરી શકે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
AB De Villiers Praises virat kohli after test series victory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X