અજિંક્ય રહાણેના પિતાથી થયો અકસ્માત, મહિલાનું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અજિંક્ય રહાણેના પિતાથી શુક્રવારે સવારે એક અકસ્માત થયો હતો. અજિંક્ય રહાણેના પિતા મધુકર બાબુરાવ રહાણેની કાર નીચે એક મહિલા આવી ગઇ હતી અને સારવાર દરમિયાન આ મહિલાનું મૃતેયુ થતાં મામલો ગંભીર બન્યો હતો. પોલીસે આ મામલે બાબુરાવની ધરપકડ પણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અજિંક્ય રહાણેના પિતા સવારે 4 કલાકે નેશનલ હાઇવે પર તેમની ગાડીમાં જઇ રહ્યા હતા, તેમની સાથે તેમના પત્ની અને પુત્રી પણ હતા. કંગલ વિસ્તારમાં તેમની કારે એક 65 વર્ષીય મહિલાને ટક્કર મારી હતી.

ajinkya rahane

આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. આ કારણે પોલીસે કારના માલિક સામે આઇપીસીની કલમ 304એ, 337, 338, 279 અને 184 હેઠળ કેસ દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા અજિંક્ય રહાણેના પિતાની ધરપકડ પણ કરવામાં આવી હતી, જો કે ત્યાર બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અજિંક્ય રહાણે હાલ શ્રીલંકા સામેની ત્રણ વન-ડે મેચ સીરિઝમાં વ્યસ્ત છે. રવિવારે વિશાખાપટ્ટનમ ખાતે આ સીરિઝની છેલ્લી મેચ રમાનાર છે.

English summary
Ajinkya Rahane’s father arrested after car runs over 67-year-old woman

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.