For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષર પટેલનો ફરી ધમાકો, પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 205 રને ઑલ આઉટ

અક્ષર પટેલનો ફરી ધમાકો, પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 205 રને ઑલ આઉટ

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદમાં રમાઈ રહેલ ચોથી ટેસ્ટ મેચમાં ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે અને અંગ્રેજ બેટ્સમેનોને પોતાની ફીરકીમાં ફરી એકવાર ગૂંચવ્યા. ઈંગ્લેન્ડની ટીમે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો જે તેમના બેટ્સમેનોએ નિષ્ફળ સાબિત કરી દીધો. પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 205 રનમાં જ ઑલ આઉટ થઈ ગયું.

test cricket

અક્ષર પટેલ ફરી એકવાર ઈંગ્લેન્ડ માટે પ્રેત બાધા સાબિત થયા અને તેમનો સાથ મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિને સારી રીતે નિભાવ્યો. અક્ષર પટેલે દિવસની શરૂઆતમાં જ ભારતીય ટીમને બેવડી સફળતાઓ અપાવી. તેમણે અંગ્રેજ ઓપનિંગ બેટ્સમેન ડોમિનિક સિબલીને ત્યારે બોલ્ડ કરી દીધો જ્યારે સ્કોર બોર્ડ પર 10 રન બન્યા હતા. 2 રન બનાવી આઉટ થયેલ સિબલીના ગયા બાદ 9 રન પર જૈક ક્રોલી પણ આઉટ થઈ ગયા.

જે બાદ મોહમ્મદ સિરાજે જો રૂટને 5 રનમાં આઉટ કર્યો. અહીંથી ઈંગ્લેન્ડ ટીમ બેયરસ્ટો અને બેન સ્ટોક્સની જોડી પર નિર્ભર થઈ ગઈ અને લંચ સુધી આ બંને અનુભવી બેટ્સમેને વિકેટ ટકાવી રાખી. જો કે લંચ બાદ જૉની બેયરસ્ટો પણ મોહમ્મદ સિરાજની બોલ પર આઉટ થઈ ગયો, જે બાદ 55 રનની ઈનિંગ રમ્યા બાદ બેન સ્ટોક્સ પણ પેવેલિયન ભેગા થઈ ગયા. સ્ટોક્સને વૉશિંગ્ટન સુંદરે આઉટ કર્યા હતા.

બેન સ્ટોક્સ બાદ ઈંગ્લેન્ડની ઈનિંગ ધરાશાયી થઈ ગઈ કેમ કે ઑલી પોપ, જેઓ અત્યાર સુધી સારું રમી રહ્યા હતા તેઓ અશ્વિનની ફિરકીમાં ફસાઈ ગયા. આઉટ થતા પહેલાં તેમણે 87 બોલમાં 29 રન બનાવ્યા હતા. જે બાદ અશ્વિને વિકેટકીપર બેટ્સમેન બેન ફોક્સને 1 રને આઉટ કર્યો. એક તરફ બેટ્સમેન ડેનિયલ લૉરિંસ હતા જેઓ સારા ફોર્મમાં હતા, તેઓ 4 રને ફીફ્ટી બનાવતાં રહી ગયા. અક્ષર પટેલે 46 રન પર તેમને સ્ટંપ કરાવી દીધા.

રવિચંદ્રન અશ્વિને જૈક લીચની અંતિમ વિકેટ લઈ ઈંગ્લિશ ઈનિંગને સમાપ્ત કરી દીધી. અક્ષર પટેલે 4 વિકેટ ખેરવી, અશ્વિને 3 વિકેટ ખેરવી, મોહમ્મદ સિરાજે 2 વિકેટ ખેરવી અને વૉશિંગ્ટન સુંદરે એક વિકેટ ખેરવી. ઈશાંત શર્માના હાથમાં એકેય વિકેટ ના આવી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Akshar Patel's blast again, England all out for 205 in the first innings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X