ચેન્નાઇમાં કોઈ પણ આઇપીએલ મેચ નહીં રમાઈ, પુણે બન્યું હોમ ગ્રાઉન્ડ

Posted By:
Subscribe to Oneindia News

ચેન્નાઇમાં ચાલી રહેલા કાવેરી જળ વિવાદને કારણે આઇપીએલ મેચો બીજા વેન્યુ પર શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેન્નાઇમાં રમાઈ રહેલી મેચોને બીજી જગ્યા પર શિફ્ટ કરવા માટે વિચાર કરવામાં આવી રહ્યો હતો અને હવે તેના પર નિર્ણય લેવાઈ ચુક્યો છે. ચેન્નાઇની મેચો હવે પુણેમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.

chennai super kings

આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા ઘ્વારા આ બાબતે જાણકારી આપતા જણાવ્યું કે પોલીસ તરફથી મળેલી જાણકારી અને સુરક્ષા નહીં આપી શકવાની મજબૂરીને ધ્યાનમાં રાખીને ચેન્નાઇમાં રમાનાર બધી જ મેચો બીજી જગ્યા પર શિફ્ટ કરી દેવામાં આવી છે. કાવેરી વિવાદને કારણે ચેન્નાઇ પોલીસ ઘ્વારા આઇપીએલ મેચોમાં સુરક્ષા આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે હવે પુણે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે હોમ ગ્રાઉન્ડ બનશે. મેચો કરાવવા માટે વિશાખાપટ્ટનમ, તિરૂવનંતપુરમ અને રાજકોટ જેવા મેદાન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ અંતે તેમને પુણે પસંદ કર્યું.

આ પહેલા વિનોદ રાય ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીસીસીઆઈ ઘ્વારા ચેન્નાઇ સુપર કિંગ્સ ઘરેલુ મેચોના આયોજન માટે ચાર શેહરો પસંદ કર્યા હતા. જેમાંથી તેઓ કોઈ એક શહેર પસંદ કરશે. કાવેરી જળ વિવાદને કારણે હાલમાં તામિલનાડુમાં તણાવ પેદા થયો છે. આ તણાવને કારણે આઇપીએલ મેચ પર સંકટ લાગી ગયું છે. આ સંકટને ધ્યાનમાં રાખીને આઇપીએલ મેચો બીજી જગ્યા પર શિફ્ટ કરી દેવામાં આવી છે.

કાવેરી જળ વિવાદને કારણે હવે ચેન્નાઇ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ પુણે હશે. આ નિર્ણય પાછળ કેપ્ટન કૂલ ધોનીનો સીધો સંબંધ છે. ધોની પુણે ટીમની કપ્તાની પણ કરી ચુક્યા છે અને તેઓ પરિસ્થતિ પણ જાણે છે. મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇની જેમ પુણેમાં પણ ખુબ જ લોકપ્રિય છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
All IPL 2018 home matches csk shifted pune maharashtra

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.