For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતા તેંડુલકરના રસ્તે ચાલ્યો દીકરો અર્જુન, આ ટૂર્નામેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી

પિતા તેંડુલકરના રસ્તે ચાલ્યો દીકરો અર્જુન, આ ટૂર્નામેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી

|
Google Oneindia Gujarati News

IPLની 12મી સિઝન પૂર્ણ થયા બાદ ટી-20 મુંબઈ લીગ શરૂ થઈ ચૂકી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 14મી મેથી ટી20 મુંબઈ લીગની બીજી સિઝનની શરૂઆત થઈ. આ લીગમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. દિલચસ્પ છે કે આ લીગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ શ્રેયસ અય્યર, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ અને જયદેવ ઉનાદકટ પણ પોતાનો દમ દેખાડવા ઉતર્યા છે. સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરે ટી-20 ફોર્મેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે સફળતા હાંસલ કરી.

ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ

ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ સિવાય મુંબઈના તમામ ખેલાડીઓ પણ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓમાં જ એક નામ અર્જુન તેંડુલકરનું પણ છે. જણાવી દઈએ કે આ લીગમાં અર્જુન તેંડુલકરે 14મી મેના રોજ આકાશ ટાઈગર્સની ટીમથી ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.

બાપ-દીકરાના ડેબ્યૂનો સંયોગ

બાપ-દીકરાના ડેબ્યૂનો સંયોગ

અર્જુન તેંડુલકરના ડેબ્યૂનો મહાન કેરિકેટર અને તેના પિતા સચિન તેંડુલકરના ડેબ્યૂથી ખાસ પ્રકારનો સંયોગ સામે આવ્યો છે. જણાવી દઈએ કે 14મી મેના રોજ જ સચિન તેંડુલકરે પણ કોઈક ટી-20 લીગમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે તેમનો દીકરાએ પણ આ દિવસે જ ટી-20 લીગમાં ડેબ્યૂ કર્યું છે.

સચિન છે બ્રાન્ડ એમ્બેસેડર

સચિન છે બ્રાન્ડ એમ્બેસેડર

ઉલ્લેખનીય છે કે 14મી મે 2008ના રોજ માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ આ મેચ સચિનની ટી-20 લીગની પહેલી મેચ હતી. હવે તેમના દીકરા અર્જુને મુંબઈના આ સ્ટેડિયમમાં જ પોતાની પહેલી મેચ રમી. ટી20 મુંબઈ લીગની આ બીજી સિઝન છે, જેના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકરને બનાવવામાં આવ્યા છે.

ઓલરાઉન્ડ પ્રદર્શન

ઓલરાઉન્ડ પ્રદર્શન

ઓલરાઉન્ડર તરીકે અર્જુન તેંડુલકરે પોતાની પહેલી ટી-20 મેચમાં જ સફળતા હાંસલ કરી. તેમણે Triumphs Knights વિરુદ્ધ ઈનિંગની ચોથી ઓવરમાં ટીમને બીજી સફળતા અપાવી. અર્જુને કરણ શાહને 14 રન પર આકર્ષિત ગોમેલના હાથે બાઉન્ડ્રી પર કેચ કરાવ્યો. અર્જુન તેંડુલકરે આ મેચમાં કુલ 3 ઓવર બોલિંગ કરી અને 1 વિકેટ લઈ 21 રન આપ્યા. આ ઉપરાંત બેટિંગમાં પણ અર્જુન તેંડુલકરે 19 બોલમાં 23 રન બનાવ્યા, જેમાં એક ચોકો અને એક સિક્સર પણ સામેલ છે.

5 લાખમાં ખરીદ્યો

5 લાખમાં ખરીદ્યો

આ ટૂર્નામેન્ટમાં પણ આઈપીએલની જેમ જ ખેલાડીઓ પર બોલી લાગી, જેમાં 8 ટીમ માલિકોએ પોતપોતાની ટીમ બનાવી. આ શ્રેણીમાં અર્જુન તેંડુલકરને ખેલાડીઓની હરાજીમાં 5 લાખ રૂપિયામાં આકાશ ટાઈગર્સે ખરીદ્યો હતો. તે પોતાની ટીમમાં બીજો સૌથી મોંઘો ખેલાડી છે. તેમના ઉપરાંત ધવલ કુલકર્ણીને 7 લાખમાં ટીમમાં સામેલ કર્યો છે.

આ ખેલાડીઓ પણ પોતાનો દમ દેખાડશે

આ ખેલાડીઓ પણ પોતાનો દમ દેખાડશે

આ લીગમાં મુંબઈની રણજી ટીમના ખેલાડી શ્રેયસ અય્યર, સૂર્ય કુમાર યાદવ, આકાશ પાર્કર, શિવમ દુબે, સિદ્ધેશ લાડ અને પૃથ્વી શો આ ટૂર્નામેન્ટમાં પોતાનો દમ દેખાડવા ઉતરશે.

IPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો IPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
arjun tendulkar blasted by his debut in t20 format just like his father
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X