Asia Cup 2023 Match Today: એશિયા કપમાં આજે કોની મેચ છે - IND vs PAK

Asia Cup 2023, India vs Pakistan: એશિયા કપ 2023ની બહુપ્રતીક્ષિત મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંને ટીમો પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. વનડે ફોર્મેટમાં ચાર વર્ષ બાદ આ મુકાબલો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં સુકાની રોહિત શર્મા અને બાબર આઝમની ટીમ વચ્ચે રોમાંચક મેચની તમામ અપેક્ષાઓ છે.

એશિયા કપ 2023ની ત્રીજી મેચ 2 સપ્ટેમ્બર શનિવારના રોજ પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલો બપોરે 2.30 વાગે થશે. તમે સ્ટાર સ્પોર્ટ્સ તેમજ ડીડી સ્પોર્ટ્સના વિવિધ નેટવર્ક પર ટીવી પર ભારત વિ પાકિસ્તાન મેચ જોઈ શકો છો.

Asia Cup 2023

જો આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વનડેમાં હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો, બંને ટીમો અત્યાર સુધીમાં 132 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 55 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. આ રીતે પાકિસ્તાનની ટીમ ભારત સામે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે, જ્યારે ચાર મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.

એશિયા કપની વાત કરીએ તો ભારત પાકિસ્તાન સામે મજબૂત સ્થિતિમાં છે. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 13 મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 7માં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને 5 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. ભારતે કુલ સાત વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે, જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત જ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

ફખર જમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X