For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: RR અને CSK વચ્ચે આજે મુકાબલો, સંભાવિત પ્લેઈંગ ઈલેવન, હેડ ટૂ હેડ રેકોર્ડ

IPL 2020: RR અને CSK વચ્ચે આજે મુકાબલો, સંભાવિત પ્લેઈંગ ઈલેવન, હેડ ટૂ હેડ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

રવિવારે નાટકીય મુકાબલા બાદ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. સાંજે આબૂધાબૂના મેદાન પર રમાનાર આ મેચ બે નીચલા ક્રમમાં રહેલી ટીમ માટે થોડી ગતિ અને ઈજ્જત મેળવવાના સવાલને લઈને આવ્યો છે.

RR vs CSK

બંને જ ટીમના 9 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ છે એવામાં જે કોઈપણ જીતશે તેઓ પાંચમા સ્થઆને જઈને બેસી જશે. બંને જ ટીમોએ ખરાબ ગેમ દેખાડી છે માટે કોઈ કોઈના પર દાવેદાર નથી. મજેદાર વાત એ છે કે બંને જ ટીમ બેટિંગ ઓર્ડરમાં ભારે ફેરબદલ કરી રહી છે પરંતુ કિસ્મ છે કે બદલી નથી રહી.

ચેન્નઈએ સેમ કરન પાસે ઓપનિંગ કરાવી છે અને બની શકે કે આ સિલસિલો યથાવત રહે. પરંતુ ડ્વેન બ્રાવો ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમની ચિંતા વધી છે અને બ્રાવાની જગ્યાએ લુંગી નગીડીને રમવાનો ચાન્સ મળી શકે છે. બીજા એક બદલાવ તરીકે કુલદીપ યાદવની ટીમમાં વાપસી કરવામાં આવી શકે છે અને તેના માટે કેદાર જાદવની બલી ચઢાવવામાં આવી શકે છે.

બીજી તરફ રાજસ્થાન રોબિન ઉથાપ્પા પાસે ઓપનર તરીકે કામ લેવળાવશે જેઓ પાછલી મેચમાં ચમક્યા હતા. પરંતુ સંજૂ સેમસનની ખામોશી ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને ફેન્સને સંજૂથી ઘણી ઉમ્મીદ પણ છે. આવા જ પ્રકારની નિરંતરતાના અભાવમાં સેમસન કઈ રીતે નેશનલ ટીમ માટે જગ્યા બનાવવાની અપેક્ષા કરી શકે છે, એ પણ એક સવાલ સિલેક્ટર્સ માટે છે.

આ કારણે વોર્નરનો ખેલ ધીમો પડ્યો, લયમાં નથી આવી રહ્યાઆ કારણે વોર્નરનો ખેલ ધીમો પડ્યો, લયમાં નથી આવી રહ્યા

પાછલી મેચમાં જયદેવ ઉનાડકટે વિપક્ષને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી જ્યારે ડિવિલિયર્સે તેને હંફાવી મૂક્યો. ત્યારે મન શંકા થાય કે કદાચ આજે ઉનાડકટનું પત્તું કપાય શકે છે. જ્યાં સુધી સીઝનમાં પાછલી મેચની વાત કરીએ તો રાજસ્થાને ચેન્નઈને 16 રને માત આપી હતી.

હેડ ટૂ હેડ રેકોર્ડ્સ

હેડ ટૂ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો ચેન્નઈ જીતની વધુ દાવેદાર છે. જો કે આઈપીએલ 2020માં તો બંને ટીમનું સરખું જ પ્રદર્શન રહ્યું છે પણ સરેરાશ આંકડાઓ પર નજર ફેરવીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કુલ 22 મેચ રમાઈ ચે જેમાંથી ચેન્નઈ સુપર કિંગ્સે 14 અને રાજસ્થાન રોયલ્સે 8 મેચ જીતી છે.

આવી હોય શકે બંનેની પ્લેઈંગ ઈલેવન

ચેન્નઈ સુપર કિંગ્સઃ સેમ કુર્રન, ફાફ ડુ પ્લેસિસ, શેન વૉટ્સન, અંબાતી રાયડૂ, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કેદાર જાદવ/ પીયૂષ ચાવલા, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, કરણ શર્મા, લુંગી નગિડી.

રાજસ્થાન રોયલ્સઃ રૉબિન ઉથપ્પા, બેન સ્ટૉક્સ, સંજૂ સેમસન, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનાડકટ/ વરુણ એરોન, કાર્તિક ત્યાગી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
battle between rajasthan royals and chennai super kings, playing xi and head to head record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X