ઝહીર-રાહુલ આઉટ, ભરત અરુણ અને સંજય બંગારની થઇ નિમણુક

Written By:
Subscribe to Oneindia News

અનેક વિવાદો બાદ આખરે બીસીસઆઇ એ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની વાત માનતા બોલિંગ કોચ અને બેટિંગ કોચના નામ અંગે નિર્ણય લઇ લીધો છે. નોંધનીય છે કે, રવિ શાસ્ત્રીનું નામ હેડ કોચ તરીકે જાહેર થવાની સાથે જ ઝહીર ખાનને બોલિંગ કોચ અને રાહુલ દ્રવિડને ફોરેન ટૂર માટેના બેટિંગ કન્સલ્ટંટ નિમવામાં આવ્યા હતા. જો કે, આ અંગે શનિવારે બીસીસીઆઇ એ કહ્યું હતું કે, સીએસીને માત્ર ટીમ ઇન્ડિયાના હેડ કોચ પસંદ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

ravi shastri

ત્યારથી ઝીહર ખાન અને રાહુલ દ્રવિડની નિમણુક પર પ્રશ્નાર્થ મુકાયો હતો. રવિ શાસ્ત્રી ઇચ્છતા હતા કે, બોલિંગ કોચ ભરત અરુણને બનાવવામાં આવે. પરંતુ સૌરવ ગાંગુલીના અનુરોધ પર ઝહીર ખાનને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા હતા. હવે બીસીસીઆઇ એ આ સમગ્ર મામલે પોતાનો આખરી નિર્ણય આપતા ભરત અરુણને બોલિંગ કોચ અને સંજય બંગારને આસિસ્ટંટ કોચ જાહેર કર્યા છે. મંગળવારે બીસીસીઆઇ તરફથી બોલાવવામાં આવેલ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

પહેલા એવી પણ ખબરો આવી રહી હતી કે, વિદેશ ટૂરો માટે ઝહીર ખાનને બોલિંગ કોચ અને રાહુલ દ્રવિડને બેટિંગ કોચ બનાવવામાં આવશે. પરંતુ બીસીસીઆઇની આ પત્રકાર પરિષદ બાદ હવે ટીમમાં ઝહીર ખાન કે રાહુલ દ્રવિડની નિમણુકની કોઇ શક્યતા રહી નથી.

English summary
BCCI has appointed Sanjay Bangar as the assistant coach and Bharat Arun as the bowling coach.
Please Wait while comments are loading...