For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 એપ્રિલે બીસીસીઆઈ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન કરશે

ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થવામાં ફક્ત 2 મહિના જેટલો જ સમય બાકી છે. તેવી સ્થિતિમાં બીસીસીઆઈ 15 એપ્રિલે મુંબઈમાં ટીમ ઇન્ડિયાનું એલાન કરશે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થવામાં ફક્ત 2 મહિના જેટલો જ સમય બાકી છે. તેવી સ્થિતિમાં બીસીસીઆઈ 15 એપ્રિલે મુંબઈમાં ટીમ ઇન્ડિયાનું એલાન કરશે. બીસીસીઆઈ વર્લ્ડ કપ માટે 15 સદસ્યોની તેમનું એલાન કરશે, જેના પર બધા જ લોકોની નજર રહેશે. છેલ્લા કેટલાક દિવસ વિશે વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયામાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. બધા જ નવા ખેલાડીઓને ચાન્સ આપવામાં આવ્યો અને સિનિયર ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવામાં આવ્યું.

world cup 2019

વર્ષ 2015 વર્લ્ડ કપમાં જે ખેલાડીને પસંદ કરવામાં આવ્યા હતા, તેમાંથી એવા કેટલાક ચહેરા છે જેમની પસંદગી પર શંકા છે. પાછલા વર્લ્ડ કપમાં સ્ટુવર્ટ બિન્ની, અક્ષર પટેલ, સુરેશ રૈના, મોહિત શર્મા અને આર અશ્વિનનું નામ હતું. પરંતુ આ વખતના વર્લ્ડ કપમાં તેમને જગ્યા મળશે તેના પર શંકા છે. જયારે કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેમને પોતાના પરફોર્મન્સ ઘ્વારા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, જેમાં રિષભ પંત, યુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનું નામ શામિલ છે.

આ પણ વાંચો: World Cup 2019 માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી, જાણો કયા ખેલાડીઓને મળી જગ્યા

આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપની શરૂઆત ઇંગ્લેન્ડમાં 30 મેં દરમિયાન થશે, જેમાં ફાઇનલ મેચ 14 જુલાઇએ રમાશે. ન્યૂઝીલેન્ડે તેમની 15 સદસ્યોની ટીમ જાહેર કરી દીધી છે પરંતુ ભારતે હજુ સુધી તેમની અંતિમ ટીમ તૈયાર નથી કરી. ટીમમાં બોલર તરીકે પહેલાથી જ ભુવેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહની જગ્યા પાક્કી લાગી રહી છે.

આ પણ વાંચો: IPL 2019:આ એન્કર્સે પોતાની સ્ટાઈલ, હોટનેસથી દરેક સિઝનને બનાવી ગ્લેમરસ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
BCCI to announce team india for 2019 world cup on 15 april in mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X