બીસીસીઆઇએ આપી વોર્નિંગ, હદમાં રહે વિરાટ..

મુંબઇ, 6 માર્ચ: વિરાટ કોહલીનું નામ એક પત્રકારને ગાળો આપ્યા બાદ વિવાદમાં સપડાઇ ગયું છે. જેના પગલે આજે બીસીસીઆઇએ વિરાટને વોર્નિંગ પણ આપી દીધી છે અને કોહલીને પોતાની પર કંટ્રોલ રાખવા જણાવ્યું છે, બીસીસીઆઇએ જણાવ્યું છે કે કોહલી પોતાનું સંપૂર્ણ ફોકસ રમત પર કેન્દ્રીત કરે.

અત્રે નોંધનીય છે કે કોહલીએ ગયા મંગળવારે પર્થમાં અભ્યાસ સત્ર દરમિયાન હિન્દુસ્તાન ટાઇમ્સના પત્રકાર જસવિંદર સિદ્ધૂને અપશબ્દો બોલ્યા હતા, જોકે તેમણે સિદ્ધૂને અન્ય કોઇ પત્રકાર સમજી લીધો હતો અને બાદમાં આ વાતનો અહેસાસ થઇ જતા તેણે તે પત્રકાર પાસે માફી પણ માંગી લીધી હતી, પરંતુ સિદ્ધૂએ ત્યાં સુધી આ મુદ્દાને બબાલ બનાવી દીધી હતી.

virat
બીસીસીઆઇએ આપી વોર્નિંગ, હદમાં રહે વિરાટ..

બીસીસીઆઇના નવનિર્વાચિત સચિવ અનુરાગ ઠાકુરે એક વક્તવ્ય જારી કરીને જણાવ્યું કે 'પર્થમાં થોડા દિવસ પહેલા બનેલી આ ઘટનાને બીસીસીઆઇએ સંજ્ઞાનમાં લીધી છે. આ મામલા પર બીસીસીઆઇ ઓસ્ટ્રેલિયામાં રહેલી ભારતીય ટીમ મેનેજરના સંપર્કમાં છે અને તેમને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ફરીથી ના થવી જોઇએ. આરોપી ખેલાડી પાસે ભારતીય ટીમની સંપૂર્ણ મર્યાદા યથાવત રાખવા માટે કહેવામાં આવ્યું છે તથા ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના ઘટે તે માટેની ચેતવણી પણ આપવામાં આવી છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X