For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા BCCIએ ભારતીય ટીમને 19 મેથી બબલમાં જવા કહ્યું

ઈંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા BCCIએ ભારતીય ટીમને 19 મેથી બબલમાં જવા કહ્યું

|
Google Oneindia Gujarati News

બોર્ડ ઑફ ક્રિકેટ કાઉંસિલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમને નિર્દેશ આપ્યો છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલાં ભારતીય ટીમ 19 મેથી બબલમાં ચાલી જાય. જણાવી દઈએ કે ભારતીય ટીમ 18 જૂનના રોજ ઈંગ્લેન્ડ સામે આઈસીસ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો રમશે, એવામાં ટીમને કહેવામાં આવ્યું કે 19 મે સુધી બધા લોકો મુંબઈ આવી જાય અને બાયો બબલમાં ચાલ્યા જાય. બીસીસીઆઈના અધિકારી મુજબ ઈંગ્લેન્ડમાં સખ્ત ક્વોરેન્ટાઈનથી બચવા માટે ભારતમાં ખેલાડીઓને એક અઠવાડિયા માટે બાયો બબલમાં રાખવામાં આવે.

test team

સૂત્રો મુજબ પાછલા 9 મહિનાથી કેટલાય ખેલાડીઓ બાયો બબલમાં અથવા ક્વોરેન્ટાઈનમાં છે. શક્ય છે કે ખેલાડીઓ પર તેની માનસિક અસર પડે. ખેલાડીઓ ભારતમાં જ બાયો બબલમાં જવા માટે તૈયાર છે. જે બાદ બીસીસીઆઈ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સમક્ષ બબલથી બબલમાં ખેલાડીઓને ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ રાખી શકે છે. પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને આના માટે રાજી કરવું પડકારજનક છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જતા પહેલાં દુબઈમાં હતી, જે કારણે ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ બોર્ડે તેની મંજૂરી આપી હતી. પરંતુ આ વખતે ભારતથી ઈંગ્લેન્ડ જશે અને ભારતમાં કોરોનાના સૌથી વધુ મામલા છે અને ભારતને યૂકે સહિત તમામ દેશોએ રેડ ઝોનમાં નાખ્યું છે.

ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન, સપનું અધૂરું રહી ગયુંચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન, સપનું અધૂરું રહી ગયું

યૂકે સરકારે આવતા લોકો પર 14 દિવસના અનિવાર્ય ક્વોરેન્ટાઈનમાં રહેવાની શરત રાખી છે. જે કોઈપણ વિદેશી યૂકેમાં જાય ચે તેણે 14 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. હાલ બીસીસીઆઈ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના સતત સંપર્કમાં છે અને ભારતીય ટીમને 14 દિવસને બદલે 7 દિવસનના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવે તેની કોશિશ કરી રહ્યું છે કેમ કે ખેલાડી પહેલેથી જ ભારતમાં 7 દિવસ સુધી બાયો બબલમાં રહેશે અને પછી તેમને ચાર્ટર પ્લેનથી બબલથી બબલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Before leaving for England, BCCI asked the Indian team to go to Bubble from May 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X