For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Birthday Sachin: ભારતીય ક્રિકેટને બદલનારી તેંડુલકરની ઈનિંગ

Happy Birthday Sachin: ભારતીય ક્રિકેટને બદલનારી તેંડુલકરની ઈનિંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે 24 એપ્રિલે ક્રિકેટના ભગવાનનો જન્મ દિવસ છે. માસ્ટર બ્લલાસ્ટર સચિન તેંડુલકર આજે 47 વર્ષના થઈ ગયા છે. 24 વર્ષના ખ્યાતિપૂર્ણ ક્રિકેટ કરિયર બાદ સચિને વર્ષ 2013માં ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. જો કે આખી દુનિયામાં કોરોના વાયરસના પ્રસારને પગલે સચિને નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાનો જન્મદિવસ નહિ મનાવે પરંતુ ક્રિકેટ ફેન્સ માટે આ હંમેશા એક ખાસ દિવસ રહેશે.

ક્રિકેટ રમવાની રીતને ફરીથી પરિભાષિત કરી

ક્રિકેટ રમવાની રીતને ફરીથી પરિભાષિત કરી

ભારતમાં 1983નો વર્લ્ડ કપ જીત્યો અને વિરાટ કોહલીની આગેવાનીવાળી હાલના સમયની વચ્ચે સચિન જ એકમાત્ર એવા ખેલાડી હતા જેમણે ક્રિકેટની દિવાનગીને આ દેશમાં જુનૂનની હદ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી. આજે તેમના 47મા જન્મદિવસના અવસર પર રજૂ કરીએ છીએ તેમના ખેલની એવી શૈલી જેણે ભારતમાં ક્રિકેટની રમતના ઢંગને ફરીથી પારિભાષિત કર્યો.

શારજહાંમાં રણના તોફાન બાદ સચિનનું તોફાન

શારજહાંમાં રણના તોફાન બાદ સચિનનું તોફાન

આ ઈનિંગ જ્યારે સચિને રમી હતી ત્યારે ક્રિકેટમાં શરૂઆતી ઓવર્સમાં પણ ઉપલા ક્રમે આક્રમક બેટિંગ ભારતીય ક્રિકેટની શૈલી બની જ રહી હતી અને આ શૈલીની આગેવાની કરી રહ્યા હતા ખુદ સચિન. સચિનની આ તોફાની શૈલીના સૌથી પરાક્રમી રૂપોમાં એક હતું શારજહાંમાં રમાયેલ ઓસ્ટ્રેલિયા સામેની ઈનિંગ.

આ મેચમાં ભારત જીતી નહોતું શક્યું પરંતુ સચિને 131 બોલમાં 143 રન બનાવી એવી બેટિંગ કરી કે ભારત રન રેટના આધારે ફાઈનલ મેચમાં પહોંચવામાં સફળ રહ્યું. જણાવી દઈએ કે બાદમાં આ મેચ વચ્ચે જ રણની આંધીને પગલે મેચ રોકવો પડ્યો હતો પરંતુ જ્યારે મેચ ફરી થયો તો સચિનનું તોફાન ગરજી પડ્યું. આજે પણ આ ઈનિંગને વનડે ક્રિકેટની બેસ્ટ ઈનિંગમાં ગણવામાં આવે છે.

આ પારીની અસર થઈ

આ પારીની અસર થઈ

સચિન ભારતના પહેલા એવા પૂર્ણ પરંપરાગત બેટ્સમેન હતા જેમણે ઓપનિંગ કરતાની સાથે તમામ કિતાબી શોટ્સ રમતા બોલરને હંફાવવાનું કામ કર્યું. સચિનની આ ઈનિંગ બાદ દેશના યુવાઓએ અમુક કલાકોમાં જ ખેલ બદલતી ગેમનું મહત્વ જાણ્યું. જેનું પરિણામ એ આવ્યું હતું કે આપણે બાદની પેઢીમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ધોની વગેરે જેવા વિસ્ફોટક યુવા ક્રિકેટરોનો ઉભાર જોયો. બાદમાં શિખર ધવન, રોહિત શર્માથી લઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી સુધીના ખેલને આ આક્રમક શૈલીનો જ એક વિસ્તાર માનવામાં આવી શકે છે.

પાકિસ્તાનને વિશ્વ કપમાં હરાવનારી ઈનિંગ

પાકિસ્તાનને વિશ્વ કપમાં હરાવનારી ઈનિંગ

2003ના વિશ્વકપમાં સચિને ભારતના ચિર-પરિચિત પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન વિરુદ્ધ એવી ઈનિંગ રમી જે સદી ન થઈ હોવા છતાં પણ પ્રભાવમાં તેનાથી ક્યાંય વધુ સાબિત થઈ. તે સમયે પાકની ટીમમાં વસીમ અકરણ, શોએબ અખ્તર અને વકાર યુનૂસ જેવા દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર હતા. તે સમયે ક્રિકેટમાં 300 રન રોજ રોજ નહોતા બનતા અને પાકે સઈદ અનવરની સદીવાળી ઈનિંગને કારણે ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે બાદ સચિને સહવાગ સાથે મળીને એવી શરૂઆત આપી કે તેમના આઉટ થયા બાદ દ્રવિડ અને યુવરાજને લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ સમસ્યા ના આવી.

ભારતના પહેલા હિટમેન

ભારતના પહેલા હિટમેન

આધુનિક ક્રિકેટમાં ટી20ના આગમનથી અને ફિલ્ડિંગમાં કરવામાં આવેલ નવા બદલાવો અંતર્ગત બેટ્સમેનો પાસે રમવા માટે અનેક પ્રકારના બિન પરંપરાગત શોટ્સ હોય છે. આ ઉપરાંત મસલ્સ થકી પાવર ગેમને એટલું ઉત્તેજન આપવામાં આવ્યું કે બેટ્સમેન રનનો ઢગલો કરી દે છે. પરંતુ 2010માં એવી સ્થિતિ નહોતી અને ત્યારે સચિને ગેમ વનડેની પહેલી બેવડી સદી બનાવી હતી. આ મેચ ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાણી હતી. આ ઈનિંગે ક્રિકેટરોને એક એવો રસ્તો દેખાડ્યો હતો જેના પર આધુનિક ક્રિકેટમાં રોહિત શર્મા જેવા ખેલાડીઓનું ફોર્મ ચાલી રહ્યું છે.

ભારત સાથે 5 ટેસ્ટની સીરિઝ રમવા માંગે છે ઓસ્ટ્રેલિયા, BCCIએ આવી પ્રતિક્રિયા આપીભારત સાથે 5 ટેસ્ટની સીરિઝ રમવા માંગે છે ઓસ્ટ્રેલિયા, BCCIએ આવી પ્રતિક્રિયા આપી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
birthday special: sachin tendulkar's inning that changed indian cricket significantly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X