For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય વન-ડેમાંથી ક્રિસ ગેલે સંન્યાસ લીધો

આંતરરાષ્ટ્રીય વન-ડેમાંથી ક્રિસ ગેલે સંન્યાસ લીધો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝના સલામી બેટ્સમેન ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. આગામી વનડે આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપ પહેલા ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાનું એલાન કર્યું. ક્રિસ ગેલના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાય રેકોર્ડ્સ છે. ગેલે રવિવારે ટ્વીટરના માધ્યમથી આની જાણકારી આપી છે. તે વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ શદી ફટકારનાર ખેલાડી છે, જ્યારે સૌથી વધુ રન બનાવવાના મામલામાં તે કે બ્રાયન લારાથી પાછળ છે.

chris gayle

ગેલે અત્યાર સુધીમાં કુલ 284 વનડે મેચમાં 9727 ન બનાવ્યા છે, જેમાં તેમણે 23 સદી અને 49 ફિફ્ટી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન બ્રાયન લારાના નામે છે, તેમણે કુલ 10405 રન બનાવ્યા છે. 39 વર્ષીય ક્રિસ ગેલે 2015ના વર્લ્ડકપમાં જિમ્બાબ્વેના ખેલાડી 215 નની તોફાની ઈનિંગ રમી હતી. વેસ્ટઈન્ડિઝ તરફથી કોઈપણ ખેલાડી દ્વારા બનાવેલ આ સર્વાધિક વ્યક્તિગત સ્કોર છે. લાંબા સમય બાદ ગેલે વનડે ક્રિકેટમાં વાપસી કરી હતી, તેમણે ઈંગ્લેન્ડની વિરુદ્ધ બે વનડે મેચ માટે ટીમમાં સામેલ કર્યો છે.

જણાવી દઈએ કે પાછલા વર્ષે ક્રિસ ગેલે ભારત અને બાંગ્લાદેશના પ્રવાસ પર જવાની ના પાડી દીધી હતી. ગેલે આખરે વનડે મેચ પાછલા વર્ષે જુલાઈમાં રમાઈ હતી. ગેલે પોતાના ઓડીઆઈ કરિયરની શરુઆત 1999માં ભારત વિરુદ્ધ કરી હતી. તેમણે વનડે ક્રિકેટમાં 165 વિકેટે પણ પોતાના નામે કર્યો છે.

આ પણ વાંચો- પુલવામાં હુમલાની ફેક ફોટો શેર ના કરો, સીઆરપીએફ એડવાઈઝરી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
chris gayle announced his retirement from odi international
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X