વિકેટકીપિંગ કરી રહેલ ખેલાડીના માથા પર બોલ વાગતા મોત
એક વાર ફરીથી ક્રિકેટની પિચ પરથી અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. વિકેટકિપિંગ કરી રહેલા એક ખેલાડીનું બોલ વાગવાને કારણે મૃત્યુ થઈ ગયુ છે.
એક વાર ફરીથી ક્રિકેટની પિચ પરથી અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. વિકેટકિપિંગ કરી રહેલા એક ખેલાડીનું બોલ વાગવાને કારણે મૃત્યુ થઈ ગયુ છે. મીડિયાના અહેવાલો મુજબ ક્રિકેટની રમત દરમિયાન માથા પર બોલ વાગવાને કારણે એક પેરામેડીકલ સ્ટુડન્ટનું મૃત્યુ થઈ ગયુ. ઘટના પશ્ચિમ બંગાળના કલ્યાણી થાના ક્ષેત્રની છે. પોલીસે સોમવારે જણાવ્યું કે આ ઘટનામાં 21 વર્ષના કૌશિક આચાર્યને ક્રિકેટ રમતી વખતે માથા પર વાગ્યું હતું. સમાચારો મુજબ વિકેટકિપિંગ દરમિયાન વિદ્યાર્થીના માથા પર બોલથી વાગ્યું હતું.

વાસ્તવમાં તે સમયે બેચમેટ સંદીપ મિશ્રાએ શૉટ રમવાની કોશિશ કરી હતી અને બોલ વિકેટકિપરના માથા પર પાછળના ભાગમાં વાગ્યો. ત્યારબાદ ઘાયલ છાત્રને કલ્યાણીની જેએનએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો હતો. તે મુર્શિદાબાદનો રહેવાસી હતો.
તમને જણાવી જઈએ કે આ પહેલા પણ ક્રિકેટની પિચ પર ઘણી વાર મોટી દુર્ઘટનાઓ બની છે. માત્ર રાષ્ટ્રીય નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ખેલાડીઓએ જીવ ગુમાવવા પડ્યા છે. એટલા માટે જ દરેક બોર્ડે ખેલાડીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત હેલમેટ પહેરવાનું અનિવાર્ય કર્યું છે.












Click it and Unblock the Notifications
