ફિલ્મી પડદે દેખાશે ભારતીય ક્રિકેટ ટીમનો આ સ્ટાર ખેલાડી

Subscribe to Oneindia News

હાલમાં જ પૂરી થયેલી ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ સીરિઝમાં પોતાની દમદાર બોલિંગનું પ્રદર્શન કરનાર ભારતીય ક્રિકેટર આર અશ્વિન બહુ જલ્દી ફિલ્મી પડદે નજરે આવી શકે છે. અશ્વિને આ પોતે તો નથી કહ્યુ પરંતુ એક ફિલ્મ નિર્દેશક સાથે ટ્વીટર પર તેમની વાતચીતને આધાર માનીને એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બહુ જલ્દી અશ્વિન ફિલ્મી પડદા પર પણ પોતાની પ્રતિભા બતાવતા નજરે પડી શકે છે.

ashvin

વાસ્તવમાં અશ્વિને હાલમાં જ રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'ચેન્નઇ 600028-2 જોઇ. ફિલ્મની કહાની ખેલાડીઓના સંઘર્ષની કહાની છે. અશ્વિને ફિલ્મ જોયા બાદ ફિલ્મની પ્રશંસા કરતા ટ્વીટ કર્યુ. જેમાં તેણે કહ્યુ કે ફિલ્મ શાનદાર છે, ફિલ્મે મને મારા જીવનની યાદ અપાવી દીધી. હું પણ આ ફિલ્મ ફિલ્મનો ભાગ બની શકતો હતો. અશ્વિનના આ ટ્વીટનો ફિલ્મ નિર્દેશક વેંકટ પ્રભુએ જવાબ આપતા લખ્યુ કે, 'ભાઇ ખૂબ આભાર. તમારુ ફિલ્મમાં ન હોવુ અમે ખૂબ મીસ કર્યુ.' વાસ્તવમાં, અશ્વિનની આ ફિલ્મમાં કેમિયો કરવાની વાત કરવામાં આવી રહી હતી પરંતુ છેલ્લી ઘડીએ તે ફિલ્મનો ભાગ ન બની શક્યા. હવે અશ્વિને કરેલી ફિલ્મની પ્રશંસા અને નિર્દેશકના જવાબથી માનવામાં આવી રહ્યુ છે કે વહેલામાં વહેલી તકે અશ્વિન કોઇ ફિલ્મમાં જોવા મળશે.

આર અશ્વિન માટે આ વર્ષ (2016) ઘણુ શાનદાર રહ્યુ છે. અશ્વિને બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ પોતાનો દમ બતાવ્યો છે. હાલમાં જ ઇંગ્લેંડ સામેની સીરિઝમાં તેણે સતત શાનદાર બોલિંગ કરી. આઇસીસીની રેકિંગમાં તે ટોપ ઓલરાઉંડર છે. તે આઇસીસી તરફથી ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. વળી તે બીજી વાર પિતા પણ બની ગયો છે. સ્પીન બોલરની લવિંગ પત્ની પ્રીતિ નારાયણે 21 ડિસેમ્બરે બીજી દીકરીને જન્મ આપ્યો છે. બંનેને પહેલીથી જ એક દીકરી 'અકીરા' છે જેનો જન્મ જુલાઇ 2015 માં થયો હતો.

English summary
cricketer Ravichandran Ashwin to act in superhit film sequel
Please Wait while comments are loading...