એક જ દિવસે લગ્નગ્રંથિથી જોડાયા ટીમ ઇન્ડિયાના બે ક્રિકેટર્સ!

Written By:
Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર ઝહીર ખાન અને ટીમ ઇન્ડિયામાં સ્વિંગના બાદશાહ કહેવાતા ભુવનેશ્વર કુમાર એક જ દિવસે ગુરૂવારના રોજ લગ્ન કરનાર છે. ગુરૂવારે સવારે ઝહીર ખાને બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, તો ભુવનેશ્વર ગુરૂવારની સાંજે લગ્નગ્રંથિથી જોડાનાર છે. ઝહીર અને સાગરિકાએ 27 નવેમ્બરના રોજ મુંબઇમાં પોતાના મિત્રો માટે એક શાનદાર રિસેપ્શનનું આયોજન કર્યું છે. ઝહીર અને સાગરિકાએ સોશ્યલ મીડિયા થકી પોતાની સગાઇની ખબર ફેન્સને આપી હતી, જે પછી મેમાં એક ગ્રાન્ડ સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ક્રિકેટ ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.

bhuvneshwar kumar

તો ભુવનેશ્વર કુમાર પણ કંઇ ઓછા નથી. તેમણે સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર મૂકી હતી અને તેના ઘણા દિવસો બાદ જાહેરાત કરી હતી કે તેઓ મેરઠની રહેવાસી નુપુર સાથે લગ્ન કરનાર છે. સોશ્યલ મીડિયા પર તેમણે પીઠી અને મહેંદીની તસવીરો પણ મુકી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. વળી ગુરૂવારે સવારે જ ઘોડે ચડેલ વરરાજા ભુવનેશ્વરની તસવીરો પણ વાયરલ થઇ હતી. 23 નવેમ્બરના રોજ મેરઠમાં લગ્ન બાદ એ જ દિવસે રિસેપ્શન પણ છે. ત્યાર બાદ 26 નવેમ્બરના રોજ તેમનું બીજું રિસેપ્શન બુલંદશહેરમાં થશે. ત્રીજું અને છેલ્લું રિસેપ્શન 30 નવેમ્બરના રોજ દિલ્હીમાં થનાર છે. આ રિસેપ્શન દિલ્હીની એક હોટલમાં રાખવામાં આવ્યું છે, જેમાં ટીમ ઇન્ડિયા પણ હાજરી આપે એવી શક્યતા છે.

zaheer khan
English summary
cricketer Zaheer Khan and bhuvneshwar kumar marriage pics. Read More Detail here

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.