For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: પોઈન્ટ ટેબલ અપડેટ, પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ?

IPL 2021: પોઈન્ટ ટેબલ અપડેટ, પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ?

|
Google Oneindia Gujarati News

IPL 2021ની શરૂઆત ઘણી સારી થઈ છે અને અમુક મુકાબલા નખ ચબાવતા સાબિત થયા. આની સાથે જ હવે સમય આવી ગયો છે કે અમે તમને આઈપીએલનું પોઈન્ટ ટેબલ અને ઓરેન્જ તથા પર્પલ કેપ હોલ્ડર વિશે પણ જણાવીએ કેમ કે તમામ ટીમોએ પોતાની એક-એક મેચ રમી લીધી છે અને અહીંથી હરેક મેચ સાથે પ્રતિયોગિતા વધુ આકરી થતી જશે. તાજો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયો હતો જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે જીત હાંસલ કરી.

IPL 2021 Point Table

IPL 2021 Point Table

આઈપીએલના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ 2-2 મુકાબલા રમી ચૂકી છે બાકી બધી ટીમ 1-1 મુકાબલો જ રમી છે. અહીં જુઓ પોઈન્ટ ટેબલ...

Teams Mat Won Lost Tied NR Pts NRR
Delhi 1 1 0 0 0 2 +0.779
Mumbai 2 1 1 0 0 2 +0.225
Punjab 1 1 0 0 0 2 +0.200
Bangalore 1 1 0 0 0 2 +0.050
Kolkata 2 1 1 0 0 2

0.000

Rajasthan 1 0 1 0 0 0 -0.200
Hyderabad 1 0 1 0 0 0 -0.500
Chennai 1 0 1 0 0 0 -0.779
ઓરેન્જ કેપની રેસ શરૂ થઈ

ઓરેન્જ કેપની રેસ શરૂ થઈ

હવે વાત કરીએ ઓરેંજ કેપની રેસની જે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને મળે છે તો રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સના બંને કેપ્ટને શાનદાર ઈનિંગ રમી તેમાં કોઈ ડાઉટ નથી પરંતુ કેએલ રાહુલ 9 રનથી પોતાની શદી ચૂકી ગયા. સંજૂ સેમસને એવી કોઈ ચૂક ના દેખાડી અને તેમણે કમાલની શદી ફટકારી પરંતુ છતાં તેમની ટીમને નહોતા જીતાવી શક્યા. ઓરેન્જ કેપ હોલ્ડર તરીકે 119 રન બનાવનાર સંજૂ સેમસન જ નંબર વન પર છે અને કેએલ રાહુલ બીજા સ્થાને આવે છે. રાહુલે પાછલી વખતે ઓરેન્જ કેપ જીતી હતી. ત્રીજા નંબરે શિખર ધવન છે જેમણે 85 રન બનાવી આ રેસમાં સહભાગી બન્યા. નિતીશ રાણા અને પૃથ્વી શૉ ઓરેંજ કેપની રેસમાં આગલા 2 સ્પોટ પર કબ્જો જમાવેલો છે તેમણે ક્રમશઃ 80 અને 72 રન બનાવ્યા છે.

પર્પલ કેપ

પર્પલ કેપ

હવે વાત કરીએ પર્પલ કેપની તો આ કેપ સૌથી વધુ વિકેટ લેનારા બોલરને મળે છે. આપણે આઈપીએલના શરૂના 4 મેચ જોયા છે અને નિશ્ચિત રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હર્ષલ પટેલ પર્પલ કેપમાં નંબર વન પર છે જેમણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 5 વિકેટ ચટકાવી હતી. ચેતન સકારિયા આ યાદીમાં બીજા નંબરે છે જેમણે પંજાબ કિંગ્સ સામે ડેબ્યૂ કર્યું અને રાજસ્થાન રોયલ્સના ત્રણ વિકેટ ચટકાવ્યા. આ મેચમાં પંજાબના બોલર અર્શદીપ સિંહે પણ ત્ર વિકેટ ચટકાવ્યા પરંતુ ઈકોનોમી રેટને પગલે તેઓ ચેતન સકારિયાથી નીચે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Delhi capitals holding 1st position in point table of IPL 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X