For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ખીચા કાતરુથી પણ તેજ હતો ધોની’, જાણો શાસ્ત્રીએ આવું કેમ કહ્યું

‘ખીચા કાતરુથી પણ તેજ હતો ધોની’, જાણો શાસ્ત્રીએ આવું કેમ કહ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહેતા શનિવારે 15 ઓગસ્ટ 2020ના રોજ સન્યાસ લેવાનું એલાન કરી દીધું. ધોનીએ સન્યાસ લીધા બાદથી તેમના લાખો ફેન્સ તેમને અલવિદા કહેતા ઈમોશનલ થઈ ગયા હતા. ધોનીની ફૂર્તિલી સ્ટમ્પિંગ અને થ્રોને જોયા વિના સટીક નિશાને લગાવવાને લઈ આખી દુનિયામાં ધોની ફેમસ છે. ધોની જેવી રીતે વિસ્ફોટક બેટિંગ કરતા હતા તેવી રીતે જ તેઓ મેદાન પર વિકેટ પાછળ ખેલાડીઓની ગિલ્લી ઉડાડતા હતા. તેમની આ કળાને ચાહનારાઓમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ સામેલ છે જેમણે ધોનીના સન્યાસના એલાન બાદ તેમની આ કળાના ભારે વખાણ કર્યાં.

તેમણે કહ્યું કે, 'તેઓ નેચરલ વિકેટકીપર નહોતા પરંતુ વિરોધી ટીમ માટે તેઓ નરકની જેમ પ્રભાવી હતા. તેમણે જે પ્રભાવ છોડ્યો તેને જુઓ. મારા માટે તેમના સ્ટમ્પિંગ અને તેમના રન આઉટ મહત્વ ધરાવે છે. તેમના હાથ બહુ તેજ ચાલતા હતા, કોઈ ખીચા કાતરુથી પણ તેજ. બેટ્સમેનને અંદાજો પણ નહોતો રહેતો કે ધોનીએ ગિલ્લીયાં ઉડાવી દીધી છે. આ કંઈક એવું છે જે તેમના પ્રભાવથી જોડાયેલ છે.'

ધોનીએ આખો એક યુગ બદલી કાઢ્યો

ધોનીએ આખો એક યુગ બદલી કાઢ્યો

રવિ શાસ્ત્રીએ ઈન્ડિયા ટુડેને આપેલ એક ઈન્ટર્વ્યૂમાં આ વાત કહી. મુખ્ય કોચે કહ્યું, આ આદમી કોઈપણ બીજા કોઈ ખેલાડીથી ઓછો નથી. અને જ્યાંથી તેઓ આવે છે તેમણે આગામી સમય માટે ક્રિકેટને સંપૂર્ણપણે બદલી કાઢ્યું છે. અને તેમની સુંદરતા એજ છે કે તેમણે આ બધા ફોર્મેટમાં કર્યું.

ધોનીએ ભારતીય ક્રિકેટની સૂરત બદલી

ધોનીએ ભારતીય ક્રિકેટની સૂરત બદલી

તેમણે કહ્યું કે ધોનીએ પોતાની લીડરશિપથી ભારતીય ક્રિકેટની સુરત બદલી નાખી. તેમને હંમેશાથી આ ખેલના મહાન ખેલાડીઓમાં સામેલ કરવામાં આવશે.

તેમના યોગદાનને ક્યારેય ભૂલાવી ના શકાય

તેમના યોગદાનને ક્યારેય ભૂલાવી ના શકાય

58 વર્ષીય શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટમાં ધોનીના યોગદાનને યાદ કરતા કહ્યું, ટી20 માં તેમણે વર્લ્ડ કપ જીત્યો અને 50 ઓવર ક્રિકેટમાં પણ વર્લ્ડ કપ જીત્યો. આઈપીએલના કેટલાય ખિતાબ પોતાના નામે કર્યા. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેમણે ટીમને નંબર 1 રેંકિંગ પર પહોંચાડી.

ધોની-રૈનાએ સાથે મળી સન્યાસ લેવાનો ફેસલો કર્યો હતો, CSKના ટ્વીટથી ખુલાસોધોની-રૈનાએ સાથે મળી સન્યાસ લેવાનો ફેસલો કર્યો હતો, CSKના ટ્વીટથી ખુલાસો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
dhoni was faster than poketmaar says ravi shastri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X