For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિત, વિરાટ, ધોનીની કપ્તાનીમાં શું છે ફરક, કાર્તિકનો ખુલાસો

પાછલા એક દાયકા કરતા વધુ સમયથી ભારતીય ક્રિકેટના સક્રિય ખેલાડી દિનેશ કાર્તિક વિશે કહેવાય છે કે કદાચ તેઓ દુર્ભાગ્યશાળી છે કે તેમનો ડેબ્યુ ધોની યુગમાં થયો.

|
Google Oneindia Gujarati News

પાછલા એક દાયકા કરતા વધુ સમયથી ભારતીય ક્રિકેટના સક્રિય ખેલાડી દિનેશ કાર્તિક વિશે કહેવાય છે કે કદાચ તેઓ દુર્ભાગ્યશાળી છે કે તેમનો ડેબ્યુ ધોની યુગમાં થયો. પરંતુ મહેનતથી ભાગ્ય કેવી રીતે બદલાય છે તે દિનેશ કાર્તિકે છેલ્લા 1-2 વર્ષમાં બતાવ્યું છે. ધોનીના કારણે વિકેટ કીપર તરીકે ટીમ ઈન્ડિયામાં બીજા કોઈ વિકેટકીપરને જગ્યા મળવી લગભગ અશક્ય છે. પરંતુ કહેવાય છે કે, જહાં ચાહ, વહાં રાહ અને કાર્તિકે પોતાનો અલગ માર્ગ કંડાર્યો છે. અને પોતાની જાતને નિષ્ણાત બેટ્સમેન બનાવી લીધી છે.

3 કેપ્ટન વિશે કાર્તિકનું મંતવ્ય

3 કેપ્ટન વિશે કાર્તિકનું મંતવ્ય

દિનેશ કાર્તિક એક સારા બેટ્સમેન તરીકે પોતાની જાતને ક્રિકેટના નાના ફોર્મેટમાં સફળ બનાવી ચૂક્યા છે. એટલે કે ફિનિશર તરીકેની એક એવી આવડત જેમાં ધોની બેસ્ટ છે. કાર્તિક લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થતા રહ્યા છે અને તે ઈન્ડિન ક્રિકેટ ટીમના ત્રણ સમકાલીન કેપ્ટન જોડે રમી ચૂક્યા છે. આ ત્રણ કેપ્ટન છેઃ મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા. ત્યારે કાર્તિકે ત્રણે દિગ્ગજની કેપ્ટનસી કરવાની રીત વિશે વાત કરી છે.

કેપ્ટન કૂલની સૌથી મોટી આવડત

કેપ્ટન કૂલની સૌથી મોટી આવડત

ધોનીથી શરૂઆત કરીને કાર્તિકે કહ્યું કે વિકેટ પાછળ સતત સક્રિય રહેતા ધોની માત્ર ગણતરીની સેકન્ડમાં ગેમ પ્રમાણે નિર્ણય લેવાની કાબેલિયત ધરાવે છે. કાર્તિકે કહ્યું,'મેં ધોની પાસેથી સૌથી મહત્વની વાત શીખી હોય તો તે છે બોલર્સને ઓળખવાની ક્ષમતા.' કાર્તિકના કહેવા પ્રમાણે ધોની એ બરાબર જાણે છે કે ક્યારેક ક્યારેક કોઈ બોલરનો દિવસ હોય છે, ક્યારેક નથી હોતો. એટલે ધોની બોલર્સ પાસેથી સારું કામ લેવાનું જાણએ છે અને પ્રેશર હેન્ડલ કરતા પણ જાણે છે.

વિરાટ કોહલીની આક્રમક્તા

વિરાટ કોહલીની આક્રમક્તા

તો વિરાટ વિશે કાર્તિકનું કહેવું છે કે એક તરફ ધોની શાંત રહે છે, તો બીજી તરફ કોહલી આક્રમક છે અને હંમેશા વિરોધી પર હાવી થવાની કોશિશ કરે છે. તેમનો આત્મવિશ્વાસ જબરજસ્ત છે. અને તેઓ એક કેપ્ટન તેમજ બેટ્સમેન તરીકે માપદંડ ઉંચા રાખે છે. ઉલ્લેખનીય છે કે કોહલીને દેશના ક્રિકેટર્સની સાથે સાથે વિદેશના ક્રિકેટર્સ પણ અગ્રેશન ઓછું કરવાની સલાહ આપે છે. પરંતુ કાર્તિક આ જ અગ્રેશનને કોહલીની ખૂબી ગણાવે છે.

રોહિતની રણનીતિ

રોહિતની રણનીતિ

તો રોહિત શર્મા વિશે કાર્તિકનું કહેવું છે કે,'રોહિત હંમેશા હોમવર્ક કરે છે. તે વ્યૂહરચના બનાવે છે, જે કારગત સાબિત થાય છે. સાથે જ તે બોલર્સ અને બેટ્સમેન સાથે પણ વાત કરતા રહે છે. કેપ્ટન તરીકે તેમનું વલણ સ્પષ્ટ હોય છે.' ઉલ્લેખનીય છે કે કોહલીની ગેરહાજરીમાં હાલમાં રોહિત શર્માએ જ ન્યુઝીલેન્ડમાં છેલ્લી 2 વન ડે અને ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાને લીડ કરી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Dinesh karthik talks about the key difference between virat dhoni rohit captaincy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X