For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: જો રૂટના રહેતાં ડૉમ બેસની જરૂરત છે? ઈંગ્લેન્ડના કેપ્ટને જવાબ આપ્યો

IND vs ENG: જો રૂટના રહેતાં ડૉમ બેસની જરૂરત છે? ઈંગ્લેન્ડના કેપ્ટને જવાબ આપ્યો

|
Google Oneindia Gujarati News

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે અમદાવાદમાં થયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં એટલી શ્રેષ્ઠ બોલિંગ કરી હતી કે તેમણે એક સ્પિનર દ્વારા બનાવવામાં આવેલ બેસ્ટ આંકડો નોંધ્યો હતો. તેમણે માત્ર 8 રન આપીને જ 5 વિકેટ લઈ લીધી હતી. અગાઉ ઓસ્ટ્રેલિયાના સ્પિનર માઈકલ ક્લાર્કે ભારતમાં 9 રન આપી પાંચ વિકેટ ખેરવી હતી.

team england

ઈંગ્લેન્ડની ટીમમાં જેક લીચ ઉપરાંત બીજો કોઈ સ્પિનર ના હોવાથી જો રૂટે બોલિંગ કરવી પડી હતી. પરંતુ જો રૂટ આટલી શ્રેષ્ઠ બોલિંગ કરશે તેવી કોઈને ઉમ્મીદ નહોતી. હવે બધા વાતો કરી રહ્યા છે કે જ્યારે જો રૂટ આટલી સારી બોલિંગ કરી શકે છે તો શું ટીમમાં બીજા સ્પિનર ડોમ બેસની જરૂરત છે?

ચોથી ટેસ્ટ પહેલાં વાત કરતાં જો રૂટે ઈશારો આપ્યો છે કે ઑફ સ્પિનર ડૉમ બેસને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ યુવા સ્પિનર પાછલા બે મેચમાં બેંચ પર જ બેઠા છે. રૂટે જણાવ્યું કે તેમની અને ડોમ બેસની બોલિંગ કૌશલ્યમાં કોઈ મુકાબલો નથી.

જો રૂટે મેચ પહેલાં વાત કરતા કહ્યું- જો પાછલી મેચની જેમ પિચ રહી તો ડોમ બેસ નિશ્ચિત રીતે પોતાના અવસરને બનાવવા માટે લાલાયિત થશે. તે નિશ્ચિત રીતે પસંદગીના હકદાર છે અને ઘણા યુવા કૌશલ્ય પૂર્ણ બોલર છે જે મોકો મળવા પર પોતાના પ્રદર્શન માટે આતુર છે. તેમના અને મારી વચ્ચે કોઈપણ પ્રકારનો મુકાબલો નથી. તે ક્યાંય વધુ પ્રતિભાશાળી બોલર છે અને જો સ્પિનર પસંદ કરવાની આવે છે તો નિશ્ચિત રીતે તે મારાથી ક્યાંય ઉપર છે.

આ દરમ્યાન જો રૂટે સ્વીકાર કર્યો કે પાછલી ટેસ્ટ મેચમાં ત્રણ પેસરને રમાડવાનો ફેસલો સારો નહોતો અને આ માત્ર એટલા માટે કરવામાં આવ્યું હતું કેમ કે અગાઉ ભારતમાં જે પિંક બોલ ટેસ્ટ મેચ થયો હતો તેમાં તેજ બોલર્સને મદદ મળી હતી. ઈંગ્લેન્ડ કેપ્ટને કહ્યું કે તેઓ ઉમ્મીદ નહોતા કરી રહ્યા કે પિંક બૉલ આટલી વધુ સ્પિન કરશે. ઈંગ્લેન્ડની ટીમે તે મેચ 10 વિકેટે હારી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Does Team England need dom base in presence of Joe root? captain replied. IND vs ENG: જો રૂટના રહેતાં ડૉમ બેસની જરૂરત છે? ઈંગ્લેન્ડના કેપ્ટને જવાબ આપ્યો
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X