For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ 2019ઃ ભારતીય ટીમને મોટો ઝાટકો, શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર

વર્લ્ડ કપ 2019ઃ ભારતીય ટીમને મોટો ઝાટકો, શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાઈ રહેલ આઈસીસી વર્લ્ડ કપ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમને તગડો ઝાટકો લાગ્યો છે. ભારતીય ટીમના ગબ્બર શિખર ધવન ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો છે. ધવનને અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું હોવાના કારણે તેને ટૂર્નામેન્ટથી બહાર કરવામાં આવ્યો છે. હવે તેની જગ્યાએ રિષભ પંતને સ્ક્વૉડમાં જગ્યા મળી છે. જણાવી દઈએ કે 9 જૂને ધી ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલ મેચ દરમિયાન ધવનના અંગૂઠામાં ઈજા થઈ હતી.

ઘાવ ઠીક ન થયો

ઘાવ ઠીક ન થયો

ભારતીય ટીમ સિલેક્ટર્સે પહેલા ઉમ્મીદ જતાવી હતી કે 4 અઠવાડિયામાં ધવન ઠીક થઈ જશે પરંતુ એવું ન થયું. તેમની ચોટ ગંભીર થઈ ગઈ છે. ધવન 16 જૂને પાકિસ્તાન વિરુદ્દધ પણ નહોતો રમી શક્યો. આ મેચમાં કેએલ રાહુલે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી 57 રન બનાવ્યા હતા અને 1 વિકેટ માટે રેકોર્ડ 136 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે હવે પંતને ટીમમાં એટલા માટે જોડવામાં આવ્યો છે જેથી ચોથા નંબર માટે તેમને મોકલવામાં આવે. અત્યાર સુધી ચોથા નંબરે હાર્દિક પંડ્યાને અજમાવવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે આ વિશે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે ધવનના હાથમાં ફ્રેક્ચર થયું છે. જુલાઈ મધ્ય સુધી તે રમી નહિ શકે, તે વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. તેના રિપ્લેસમેન્ટ તરીકે અમોએ રિષભ પંતની માંગ કરી છે.

બેટિંગ કરતી વખતે ઘાયલ થયા

બેટિંગ કરતી વખતે ઘાયલ થયા

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચ દરમિયાન ધવનને ફાસ્ટ બોલર પેટ કમિન્સનો બાઉન્સર બોલ વા્યો હતો. ઈજા થવા છતાં ધવને 109 બોલમાં 117 રનની ઈનિંગ રમી હતી. દર્દ છતાં તેબેટિંગ કરતો રહ્યો. બાદમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન ધવન ફિલ્ડિંગ કરવા નહોતો ઉતર્યો.

મોટા ટૂર્નામેન્ટમાં 6 સદી

મોટા ટૂર્નામેન્ટમાં 6 સદી

શિખર ધવનને આઈસીસી ટૂર્નામેન્ટના બેતાજ બાદશાહ કહેવામાં આવે છે. તેમણે અત્યાર સુધી આઈસીસીના રમેલ મોટા ટૂર્નામેન્ટમાં 6 સદી ફટકારી છે. 2015 વર્લ્ડ કપમાં શિખર ધવને 2 સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલ શાનદારી જીતમાં પણ તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા અને બીજી ઓડીઆઈમાં ઓસ્ટ્રેલિયાને 36 રને માત આપી હતી. ધવનને શાનદારી ઇનિંગ માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેન ઑફ ધી મેચના અવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો.

ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન? વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન? વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
due to injury shikhar dhawan rulled out from icc world cup 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X