For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ENG Vs WI 2nd Test: રૂટની વાપસી, શું બ્રોડને મળશે મોકો, આવી હશે પ્લેઇંગ ઇલેવન

ENG Vs WI 2nd Test: રૂટની વાપસી, શું બ્રોડને મળશે મોકો, આવી હશે પ્લેઇંગ ઇલેવન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી નિશ્ચિત તરીકે ઇંગ્લેન્ડની જમીન પર રોમાંચક અંદાજમાં થઇ જ્યારે સૌને ચોકાવતા કેરેબિયાઇ ટીમે મેજબાનોને માત આપી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી કબ્જો જમાવી લીધો. જેસન હોલ્ડન એન્ડ કંપનીએ સાઉથેમ્પટનમાં પહેલી ટેસ્ટમાં બેન સ્ટોક્સની કપ્તાનીને નબળી સાબિત કરતાં જીત હાંસલ કરી લીધી હતી.

eng vs wi 2nd test

આ મુકાબલો ક્રિકેટની વાપસીને લઇ જેટલો ચર્ચામાં રહ્યો, સ્ટુઅર્ટ બ્રોડ માટે તેટલો જ દંગ કરી દેતો રહ્યો હતો કેમ કે ઇંગ્લેન્ડના બીજા લીડિંગ ટેસ્ટ વિકેટ લેનાર બોલરને કોઇપણ કારણવિના બહાર બેસાડવામાં આવ્યો હતો.

જો રૂટની વાપસી, બ્રોડને મોકો મળશે?

એવામાં 16 જુલાઇએ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં થવા જઇ રહેલો બીજો મુકાબલામાં ટીમ પસંદગી ઉત્સુકતા વિષય બનવા જઇ રહ્યો છે. જણાવી દઇએ કે ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટ આ મેચ સાથે ટીમમાં વાપસી કરી રહ્યા છે. રૂટને ઘરે નાનકળું મહેમાન આવ્યું હવાના કારણે તેઓ પહેલી મેચમાંથી બહાર થયા હતા પરંતુ હવે મેનચેસ્ટરમાં બીજી ટેસ્ટ મેચ માટે વાપસી કરવા માટે તૈયાર છે. બ્રોડ, જેમને 8 વર્ષમાં પહેલીવાર ટેસ્ટ ઇલેવનથી બહાર કરવામાં આવતા પોતાની નિરાશા વ્યક્ત કરી, તેઓ પણ વાપસી કરી શકે છે.

રોરી બર્ન્સ, ડોમ સિબલીની સલામી બેટિંગ

30 અને 42ના સ્કોર સાથે રોરી બર્ન્સે બંને ઇનિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ સિબલી પહેલી ઇનિંગમાં શૈનન ગેબ્રિયલ દ્વારા આઉટ થઇ ગયો. સિબલીએ બીજી ઈનિંગમાં શાનદાર ફીફ્ટી મારી હતી.

ઇંગ્લેન્ડે સાઉથેમ્પટનમાં પોતાના કેપ્ટનને મિસ કર્યા, પરંતુ હવે શ્રૃંખલાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ મુકાબલામાં રૂટની વાપસી થશે. અનુભવી બેટ્સમેનને જૈક ક્રોલી અને ઓલી પોપ સાથે જોડવાની ઉમ્મીદ છે, જ્યારે જો ડેનલીને કેપ્ટનની વાપસીને કારણે પ્લેઇંગ ઇલેવનથી બહાર જવું પડી શકે છે.

જોસ બટલર વિકેટકીપર, ડોમ બૈસ એકમાત્ર સ્પિનર

બટલર લા બોલ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી, પરંતુ મેનચેસ્ટરમાં સ્ટમ્પ પાછળની જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે. ડોમિનિક બેસ ટીમના એકમાત્ર સ્પિનર છે માટે તેમના કાઢવાની ઉમ્મીદ નથી.

પેસ તિકડી

જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, માર્ક વુડ અને જોફ્રા આર્ચરમાંથી પસંદગી ઉતારવી ટીમ મેનેજમેન્ટ માટે અઘરું હશે. જો કે એન્ડરસન ચારમાંથી પહેલી પસંદ હોય તેવી ઉમ્મીદ છે, બ્રોડને વુડ અથવ આર્ચરની જગ્યાએ ટીમમાં વાપસી મળી શકે છે.

બંને ટીમના સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઇંગ્લેન્ડઃ જો રૂટ, ડોમ સિબલી, રોરી બર્ન્સ, જો જાક ક્રોલી, બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર, ડૉમ બેસ, જોફ્રા આર્ચર, સ્ટુઅર્ટ બ્રોડ/ માર્ક વુડ, જેમ્સ એન્ડરસન

વેસ્ટ ઇન્ડિઝ

જૉન કેમ્પબેલ, ક્રૈગ બ્રેથવેટ, શમર બ્રૂક્સ, શાઈ હોપ, રોસ્ટન ચેસ, જર્મેન બ્લૈકવુડ, શેન ડાઉરિચ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કેમર રોચ, શૈનન ગેબ્રિયલ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ENG vs WI 2nd Test: comeback of joy root, playing 11 of eng vs wi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X