For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રીમ સ્મિથ બન્યા રોહિત શર્માના ફેન, બોલ્યા- રોહિતના કારણે આફ્રિકી ટીમની કમજોરી સામે આવી

ગ્રીમ સ્મિથ બન્યા રોહિત શર્માના ફેન, બોલ્યા- રોહિતના કારણે આફ્રિકી ટીમની કમજોરી સામે આવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્માએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રાંચીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે બપોરે સદી ફટકારી. તેમણે 255 બોલમાં 212 રન બનાવ્યા જેમાં 28 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે. આ તેમના ટેસ્ટ કરીયરની પહેલી બેવડી સદી રહી. રોહિતની આ તેજ ઈનિંગને જોતાં જ્યાં ક્રિકેટ જગત તેમનાં વખાણ કરતાં થાકતા નથી, ત્યારે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ પણ રોહિતના ફેન થઈ ગયા છે. તેમના મુજબ રોહિતના કારણે આફ્રિકી ટીમની એવી કમજોરી સામે આવી જેના પર વિચાર કરવો જરૂરી છે.

grim smith

સ્મિથે રોહિતના વખાણ કરતા કહ્યું કે તેમનું અનુશાસન જ તેમને મહાન બેટ્સમેન બનાવે છે. સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરી રહેલ સ્મિથે કહ્યું, 'રોહિતે પોતાના પ્રદર્શનથી ઘણો પ્રેરિત કર્યો છે અને આ ખેલ પ્રત્યે તેમનું અનુશાસન અને રણનીતિ, તેમને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટસમેનમાંથી એક બનાવી છે. આ ઉપરાંત જૂની બોલથી દક્ષિણ આફ્રિકાની કમજોરી પણ સામે આવી છે. સ્પિન વિભાગે રોહિતને ખુલીને રમવાની આઝાદી આપી, જેને પગલે તેઓ સીરિઝમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરતા આવી રહ્યા છે.'

જણાવી દઈએ કે રોહિતની ઈનિંગને પગલે ભારતે પહેલી ઈનિંગમાં 9 વિકેટ ગુમાવી 497 રન બનાવ્યા. જવાબમાં સાઉથ આફ્રિકાએ બીજા દિવસે ખેલ સમાપ્ત થયો ત્યાં સુધી 9 રન પર જ 2 વિકેટ ગુમાવી દીધી. ભારત 3 વિકેટ માત્ર 39 રનમાં જ ખડી ગઈ હતી, પરંતુ રોહિત અજિંક્ય રહાણે સાથે ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી ટીમને વિશાળ સ્કોર તરફ આગળ વધારી દીધી. રોહિતને આ સીરિઝમાં પહેલીવાર ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રોહિતની આ સીરિઝમાં ત્રીજી સદ છે. તેમણે વિશાખાપટ્ટનમમાં રમાયેલ પહેલી મેચની બંને ઈનિંગમાં સદી ફટકારી હતી.

હવે ટી10 ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે યુવરાજ, આપ્યું આ નિવેદનહવે ટી10 ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે યુવરાજ, આપ્યું આ નિવેદન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Graeme Smith becomes a fan of Rohit Sharma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X