Hardik Pandya injury update, World Cup 2023: આ ટીમ સામે હાર્દિક પંડ્યા કરશે ટીમમાં વાપસી, જાણો અપડેટ
Hardik Pandya injury update, World Cup 2023: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશ્વ કપની સેમીફાઇનલ પહેલા ફિટ થઇ જશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લખનઉમાં અને જે બાદ મુંબઇમાં શ્રીલંકા અને કોલકત્તામાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે. જે બાદ ભારત બેંગ્લોરમાં નેધરલેન્ડ સામે 12 નવેમ્બરના રોજ મેચ રમશે.
ભારતીય ટીમ સેમીફાઈનલમાં રમશે, તે લગભગ નિશ્ચિત છે. હાર્દિક પંડ્યાને 19 ઓક્ટોબરના રોજ પુણેમાં બાંગ્લાદેશ સામે પોતાના બોલ પર ફિલ્ડિંગ કરતી વખતે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને 22 ઓક્ટોબરના રોજ ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તે ચૂકી ગયો હતો. બરોડાનો ખેલાડી સોમવારે પોતાની ઈજામાંથી બહાર આવવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ગયો હતો.

હાર્દિકને સમયની જરૂર છે - એનસીએના એક સૂત્રએ જણાવ્યું કે, હાર્દિકની સારવાર ચાલી રહી છે. તેના ડાબા પગની ઘૂંટીમાં સોજો ઘણો ઓછો થયો છે, પરંતુ તે સપ્તાહના અંતે જ બોલિંગ શરૂ કરશે. આ સમયે તેમને સાજા થવા માટે સમય આપવો જરૂરી છે.
ભારત તેની અત્યાર સુધીની તમામ પાંચ મેચો જીતીને સેમિફાઇનલમાં પહોંચવાની મજબૂત સ્થિતિમાં છે, તેથી પંડ્યાને આગામી બે મેચો માટે આરામ આપવામાં આવી શકે છે, જે તેને સેમિફાઇનલ પહેલા સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાની તક આપશે.
ઉતાવળમાં નથી બીસીસીઆઈ - બીસીસીઆઈના એક સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાર્દિક પંડ્યાને ગંભીર મચકોડ થઈ છે, પરંતુ સદનસીબે કોઈ ફ્રેક્ચર થયું નથી. બીસીસીઆઈની મેડિકલ ટીમ મહત્તમ સાવચેતી રાખવા માંગે છે. તે આગામી બેથી ત્રણ મેચમાંથી બહાર રહે તેવી શક્યતા છે. ટીમ ઇચ્છે છે કે, તે નોકઆઉટ સ્ટેજ માટે સંપૂર્ણ રીતે ફિટ રહે.
હાર્દિક પંડ્યા ગુરુવારના રોજ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થઈ શકે છે અને તેના આધારે BCCIની મેડિકલ ટીમ તેની પરત ફરવાની તારીખ નક્કી કરશે. આ સમયગાળા દરમિયાન, તેની બોલિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને તે જોવામાં આવશે કે, તે સંપૂર્ણ બળ સાથે બોલિંગ કરતી વખતે તેના ડાબા પગની ઘૂંટીમાં અસ્વસ્થ છે કે કેમ. સૂત્રએ જણાવ્યું હતું કે, હાર્દિક પંડ્યા સેમિફાઇનલ પહેલા નેધરલેન્ડ સામે રમતા જોવા મળી શકે છે. આનાથી તેમને પ્રેક્ટિસ કરવાની પણ તક મળશે.












Click it and Unblock the Notifications
